For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનુચ્છેદ 370 હટાવવાના વિરોધમાં NCના 2 સાંસદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ 370ને હટાવવાના વિરોધમાં નેશનલ કૉન્ફરન્સના બે સાંસદ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ 370ને હટાવવાના વિરોધમાં નેશનલ કૉન્ફરન્સના બે સાંસદ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે. નેશનલ કૉન્ફરન્સના બે સાંસદો મોહમ્મદ અકબર લોન અને હસનૈન મસૂદીએ અનુચ્છેદ 370ની જોગવાઈઓને હટાવવા સંબંધિત રાષ્ટ્રપતિના આદેશને પડકારીને કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે કોર્ટને અનુરોધ કર્યો છે કે તે રાષ્ટ્રપતિના આદેશને ગેરબંધારણીય, અમાન્ય તેમજ નિષ્પ્રભાવી ઘોષિત કરવા અંગે માહિતી આપે.

SC

નેશનલ કૉન્ફરન્સના નેતાઓએ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019ને પણ ગેરબંધારણીય ઘોષિત કરવાનો અનુરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવાનું એલાન સોમવારે રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ હતુ. ત્યારબાદ રાજ્યમાં શટડાઉન કરી દેવામાં આવ્યુ હતુ. વળી, કેન્દ્રીય ગૃહમંત્રાલયે શનિવારે કહ્યુ કે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો હટાવવા સામે છેલ્લા કેટલાક દિવસોમાં કાશ્મીર ઘાટીમાં છૂટાછવાયા પ્રદર્શન થયા છે. તેમણે આગળ કહ્યુ કે આમાંથી કોઈ પ્રદર્શનમાં 20થી વધુ લોકો શામેલ થયા નથી.

મંત્રાલયના પ્રવકતાએ કાશ્મીરમાં લગભગ 10,000 લોકોના પ્રદર્શનની મીડિયામાં આવેલા સમાચારોને ફગાવી દીધા. ઉલ્લેખનીય છે કે માત્ર જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો જ નથી હટાવી લીધો પરંતુ રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરી દીધુ છે. જમ્મુ કાશ્મીરમાં જ્યાં વિધાનસભા થશે ત્યાં લદ્દાખમાં કોઈ વિધાનસભા નહિ હોય. ઈદ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે ગુરુવારે રાષ્ટ્રના નામે સંબોધન આપ્યુ હતુ અને કહ્યુ હતુ કે લોકોને ઈદ મનાવવામાં કોઈ તકલીફ નહિ પડે. વળી, આર્ટિકલ 370 હટાવવા સામે વિરોધ મોટાભાગે ત્યાંના સ્થાનિક દળો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ 30 બાદ પણ સુંદર દેખાવા માટે આ પ્રોટીન જરૂર ખાવ, વધતી ઉંમર અટકી જશેઆ પણ વાંચોઃ 30 બાદ પણ સુંદર દેખાવા માટે આ પ્રોટીન જરૂર ખાવ, વધતી ઉંમર અટકી જશે

English summary
National Conferecen MPs move the Supreme Court to challeng end of Article 370 in Jammu Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X