For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળકીઓ પર રેપના 20 હજાર કેસ સામે આટલા જ જજ, 10 મહિનામા કેવી રીતે કેસ ઉકેલાશે?

તાજેતરમાં જ કઠુઆમાં આઠ વર્ષની બાળકી પર ગોંગરેપ અને હત્યા બાદ દેશભરમાં ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે, જે બાદ કડક કાયદો બનાવવાની માંગ ઉઠી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ તાજેતરમાં જ કઠુઆમાં આઠ વર્ષની બાળકી પર ગોંગરેપ અને હત્યા બાદ દેશભરમાં ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે, જે બાદ કડક કાયદો બનાવવાની માંગ ઉઠી છે. કાયદો બનાવવામા પણ આવ્યો પંરતુ શું કાયદો બનાવવાથી દોષિતોને સજા મળી જશે? કેમ કે આંકડાઓ બીજું જ કંઇક કહી રહ્યા છે. વર્ષ 2016ના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના રિપોર્ટ મુજબ દેશની વિવિધ અદાલતમાં 36,657 મામલા પેન્ડિંગ છે.

દરરોજ 55 બાળકીઓ પર થાય છે દુષ્કર્મ

દરરોજ 55 બાળકીઓ પર થાય છે દુષ્કર્મ

એક રિસર્ચ મુજબ દેશમાં દરરોજ 55 બાળકીઓ સાથે દુષ્કર્મ થાય છે. દેશમાં દરરોજ 20 હજારથી વધારે બાળકીઓ દુષક્ર્મનો શિકાર બને છે. રિપોર્ટ મુજબ 94 ટકા કેસમાં બાળકોઓના ઓળખીતા દ્વારા જ ગુનો આચરવામાં આવ્યો હોય છે.

10 મહિનામા કેસ કઇ રીતે ઉકેલાશે?

10 મહિનામા કેસ કઇ રીતે ઉકેલાશે?

બાળકીઓ પર દુષ્કર્મના મામલામાં જો એક જજ દરરોજ 50 કેસની સુનાવણી કરે તો કેટલા કેસની સુનાવણી થશે? જો દેશભરમાં 400 જજને દરરોજના 50 કેસનો ટાર્ગેટ આપી દેવામાં આવે તો પણ જજીસ માટે 10 મહિનામાં 20 હજાર કેસોની સુનાવણી કરવી સહેલી નહીં હોય. મતલબ કે કાયદો તો બનાવી દીધો, પરંતુ કેસને નિપટાવવા માટે જરૂરી સંસાધન જ નથી. કાયદાના જાણકારોનું કહેવું છે કે આ સંભવ નથી.

દેશની જિલ્લા અદાલતોમાં 5984 જજના પદ ખાલી

દેશની જિલ્લા અદાલતોમાં 5984 જજના પદ ખાલી

દેશની વિભિન્ન જિલ્લા અદાલતોમાં મહિલાઓ પરના અપરાધના 26 લાખ કેસ પેન્ડિંગ પડ્યા છે. દેશના કાયદા રાજ્ય મંત્રી પીપી ચૌધરીએ સંસદમાં એક રિપોર્ટનો હવાલો આપતા જણાવ્યું હતું કે દેશભરમાં મહિલાઓ સાથે થયેલા અપરાધના 26,820,16 કેસ પેન્ડિંગ છે અને આ સંખ્યા સતત વધી રહી છે. દેશની જિલ્લા અદાલતોમાં 5984 જજનું પદ ખાલી પડ્યું છે. બીજી બાજુ હાઇકોર્ટમાં 395 અને સુપ્રીમ કોર્ટમાં 6 પદ ખાલી પડ્યા છે. દુષ્કર્મના મામલામાં એનસીઆરબીની રિપોર્ટ કહે છે કે 30 ટકા મામલાઓમાં પીડિતાને ન્યાય મળે છે.

English summary
National Crime record bearue child rape 20000 cases 400 judge
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X