For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

National Digital Health Mission ની આજથી શરૂઆત, નવી ક્રાંતિ આવશેઃ મોદી

National Digital Health Mission ની આજથી શરૂઆત, નવી ક્રાંતિ આવશેઃ મોદી

|
Google Oneindia Gujarati News

પીએમ નરન્દ્ર મોદીએ 74મા સ્વતંત્રતા દિવસના અવસર પર મોટી ઘોષણઆ કરતા કહ્યું કે આજથી દેશમાં એક મોટું અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આજથી નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (National Digital Health Mission) ની શરૂઆત થઈ રહી છે. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન, ભારતના હેલ્થ સેક્ટરમાં નવી ક્રાંતિ લાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ મિશન અંતર્ગત ટેક્નોલોજીના માધ્યમથી લોકોની પરેશાનીઓ ઘટાડી શકાશે.

pm modi

તેમણે કહ્યું, કોરોનાના કાળમાં આત્મનિર્ભર ભારત સૌથી મોટી સીખ સ્વાસ્થ્ય સેક્ટરે દેખાડી. કોરોના જ્યારે શરૂ થયો ત્યારે આપણા દેશમં કોરોના ટેસ્ટિંગની માત્ર એક જ લેબ હતી. આજે દેશમાં 1400થી વધુ લેબ છે. તમારા દરેક ટેસ્ટ, દરેક બીમારી, તમને કયા ડૉક્ટરે કઈ દવા આપી, તમારો રિપોર્ટ શું હતો, આ બધી જાણકારી આ એક હેલ્થ આઈડીમાં સમાવિષ્ટ હશે. નેશનલ ડિજિટલ હેલ્થ મિશનના માધ્યમથી લોકોની તમામ સમસ્યાઓથી મુક્તિ મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે, આપણા વૈજ્ઞાનિકો કોરોના વેક્સીન શોધવામાં તગડી મહેનત કરી રહ્યા છે. આજે ભારતમાં કોરોનાની ત્રણ ત્રણ વેક્સીન આ સમયે ટેસ્ટિંગના વિવિધ તબક્કામાં છે. વૈજ્ઞાનિકો પાસેથી જેવી જ લીલી ઝંડી મળી જશે કે વેક્સીનના પ્રોડક્શન પર કામ શરૂ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે કોરોના પહેલા આપણે એન-95 માસ્ટ, પીપીઈ કિટ, વેન્ટિલેટર વગેરે વિદેશથી મંગદાવતા હતા. આજે આ બધી ચીજો ભારતમાં જ બની રહી છે અને બીજા દેશોમાં પણ મોકલવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે, આત્મનિર્ભર ભારતનો મતલબ માત્ર ઈમ્પોર્ટ ઘટાડવું જ નથી, બલકે આપણા સામર્થ્યના આધારે આપણા કૌશલ્યને વધારવાનો છે, તે સ્કિલને આગળ વધારવી છે. આત્મનિર્ભર ભારતમાં કેટલાય પડકારો હશે, પરંતુ જો આ પડકારો છે તો દેશ પાસે કરોડો સમાધાન આપતી શક્તિ પણ છે.

English summary
National Digital Health Mission announced by prime minister narendra modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X