For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Hindi Diwas 2018: હિંદી દિવસ મનાવવાની જરૂર કેમ પડી?

આજે એટલે કે 14 સપ્ટેમ્બરને ભારતમા હિંદી દિવસ રૂપે મનાવવામાં આવે છે. હિંદી એક એવી ભાષા છે જેને દુનિયાભરના 258 મિલિયન લોકો બોલે છે.

|
Google Oneindia Gujarati News

આજે એટલે કે 14 સપ્ટેમ્બરને ભારતમા હિંદી દિવસ રૂપે મનાવવામાં આવે છે. હિંદી એક એવી ભાષા છે જેને દુનિયાભરના 258 મિલિયન લોકો બોલે છે. 14 સપ્ટેમ્બર 1949 ના રોજ ભારતની બંધારણ સભાએ દેવનાગરીમાં લખેલી હિંદીને ભારતની અધિકૃત ભાષા તરીકે અપનાવી હતી.

ગાંધીજીએ હિંદીને જનમાનસની ભાષા કહી

ગાંધીજીએ હિંદીને જનમાનસની ભાષા કહી

હાલમાં ભારતમાં 22 ભાષાઓ છે જેમાંથી બે ભાષાઓને કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા મળેલી છે. અંગ્રેજી અને હિંદી. વર્ષ 1918 માં ગાંધીજીએ હિંદી સાહિત્ય સંમેલનમાં હિંદી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવા કહ્યુ હતુ. તેને ગાંધીજીએ જનમાનસની ભાષા પણ કહી હતી.

આ પણ વાંચોઃ ભીમ આર્મીના ચીફ રાવણને કરાયો મુક્ત, કહ્યુઃ ‘ભાજપને હરાવીશુ'આ પણ વાંચોઃ ભીમ આર્મીના ચીફ રાવણને કરાયો મુક્ત, કહ્યુઃ ‘ભાજપને હરાવીશુ'

શું હોય છે હિંદી દિવસ પર?

શું હોય છે હિંદી દિવસ પર?

હિંદી દિવસ પર હિંદી પ્રત્યે લોકોને પ્રેરિત કરવાના હેતુસર ભાષા સમ્માનની શરૂઆત કરવામાં આવી છે. આ સમ્માન પ્રતિવર્ષ દેશના એવા વ્યક્તિને આપવામાં આવે છે જેણે જન-જનમાં હિંદી ભાષાના પ્રયોગ અને ઉત્થાન માટે વિશેષ યોગદાન આપ્યુ છે. આના માટે સમ્માન સ્વરૂપ એક લાખ એક હજાર રૂપિયા આપવામાં આવે છે.

ખાસ વાતો

ખાસ વાતો

બોલનારા લોકોની સંખ્યા અનુસાર અંગ્રેજી અને ચીની ભાષા બાદ સમગ્ર દુનિયામાં ચોથી સૌથી મોટી ભાષા છે. પરંતુ તેને સારી રીતે સમજવા, વાંચવા અને લખનારાની સંખ્યા બહુ ઓછી છે. આ જ કારણે એવા લોકો જે હિંદીનું જ્ઞાન ધરાવે છે કે હિંદી ભાષા જાણે છે, તેમને હિંદી પ્રત્યે પોતાનો કર્તવ્ય બોધ કરાવવા માટે આ દિવસને હિંદી દિવસ રૂપે મનાવવામાં આવે છે. જેથી તે બધા પોતાના કર્તવ્યનું પાલન કરીને હિંદી ભાષાને ભવિષ્યમાં વિલુપ્ત થતાં બચાવી શકે.

હિંદીની જગ્યાએ હિંગલિશ

હિંદીની જગ્યાએ હિંગલિશ

આજે લોકો હિંદીની જગ્યાએ હિંગલિશ બોલે છે. તમે તમારી ચારે તરફ નજર દોડાવો તો તમને ખબર પડી જશે કે અમે સાચા છીએ. માત્ર સામાન્ય જિંદગી જ નહિ પરંતુ મનોરંજનના સાધનોમાં પણ હિંગલિશની બોલબાલા છે. જેમ કે ફિલ્મોને જ લઈ લો. ધ ડર્ટી પિક્ચર, કાઈટ્સ, રોક સ્ટાર, નો વન કિલ્ડ જેસિકા, વોન્ટેડ, રેડી, બોડીગાર્ડ, રા વન, હિરોઈન, ઈશ્ક ઈન પેરિશ તમામ એવા ઉદાહરણ છે જે આપને બતાવશે કે આજે લોકો હિંદીની જગ્યાએ હિંદી-ઈંગ્લીશ મિલાવીને બોલે છે. બદલતા પરિવેશમાં આપણે અંગ્રેજી શીખવી જરૂરી છે પરંતુ તેનો અર્થ એવો નથી કે આપણે પોતાની ઓળખ હિંદી ભાષાને જ ભૂલી જઈએ. એટલા માટે આના વિશે વાંચો, વિચારો અને સમજો.
આપ સહુને હિંદી દિવસની શુભકામનાઓ...

આ પણ વાંચોઃ બોસ્ટનમાં ગેસ પાઈપલાઈનમાં લાગી આગ, ઘણા ઘાયલ, સેંકડો ઘર ખાલી કરાવાયાઆ પણ વાંચોઃ બોસ્ટનમાં ગેસ પાઈપલાઈનમાં લાગી આગ, ઘણા ઘાયલ, સેંકડો ઘર ખાલી કરાવાયા

English summary
National Hindi Divas (known as Hindi Day) is observed on September 14 every year in India. here is some interesting facts about this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X