યુક્રેનથી પાછા આવેલા મેડિકલના છાત્રોને રાહત, FMGE પાસ કરવા પર ભારતમાં કરી શકશે ઈન્ટરશિપ
નવી દિલ્લીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચરમ પર છે. આના કારણે ભારત સરકાર ત્યાં અભ્યાસ કરી રહેલા છાત્રોને પાછા લાવી રહી છે. આમાં સૌથી વધુ છાત્રો મેડિકલના છે. ત્યાં પરીક્ષા અને ઈન્ટર્નશિપ છોડીને આવેલા હજારો છાત્રોનુ ભવિષ્ય દાવ પર લાગ્યુ છે. ભારત સરકાર પાસે આ દિશામાં પગલુ લેવાની માંગ કરવામાં આવી રહી હતી જેના પર હવે નેશનલ મેડિકલ કમિશને પોતાનુ વલણ સ્પષ્ટલ કરી દીધુ છે. સાથે જ યુક્રેનથી પાછા આવેલા છાત્રોને એક રાહતના સમાચાર આપ્યા છે.
નેશનલ મેડિકલ કમિશને શનિવારે એક સર્ક્યુલર જાહેર કર્યુ છે. તે યુક્રેનથી ભારત આવેલા મેડિકલના છાત્રો માટે છે. સર્ક્યુલર મુજબ યુદ્ધ અને કોરોનાની સ્થિતિના કારણે ઘણા છાત્રો વિદેશથી અભ્યાસ છોડીને ભારત આવ્યા છે. તેમનુ ભવિષ્ય બરબાદ ના થાય તે માટે ભારતમાં ઈન્ટર્નશિપ પૂરી કરવાની મંજૂરી આપી છે પરંતુ આના માટે તેમણે વિદેશી ચિકિત્સા સ્નાતક પરીક્ષા(FMGE) પાસ કરવી જરૂરી છે. FMGE પરીક્ષા મુખ્યરીતે એ વિદેશી છાત્રો માટે આયોજિત થાય છે જે વિદેશથી મેડિકલનો અભ્યાસ કરવા માટે ભારત આવે છે. જો કોઈ આ પરીક્ષામાં નાપાસ થાય તો તેને ઈન્ટર્નશિપ અને પ્રેકટીસ કરવાની મંજૂરી મળતી નથી.
યુક્રેન કેમ ભણવા જાય છે બાળકો?
ભારતમાં જનસંખ્યા ઘણી વધુ છે. અહીં મેડિકલ પરીક્ષામાં લાખોની સંખ્યામાં બાળકો બેસે છે. જ્યારે સરકારી કૉલેજોમાં સીટો હજારો જ હોય છે. એવામાં મોટાભાગના છાત્રો પ્રાઈવેટ કૉલેજોમાં જવુ પડે છે. જો કોઈ છાત્ર 5 વર્ષ કોઈ પ્રાઈવેટ કૉલેજથી એમબીબીએસ કરે તો તેને સવા કરોડ રૂપિયા સુધી ખર્ચ થઈ જાય છે. જ્યારે યુક્રેન જેવા દેશોમાં આ શિક્ષણ ઘણુ સસ્તુ છે. ત્યાં એમબીબીએસનો અભ્યાસ કરવાનો ખર્ચ પ્રતિ વર્ષ 3800થી 4000 ડૉલર આસપાસ જ આવે છે.