372 કરોડમાં લીલામ થયેલા હોમી ભાભાના બંગલાની ખાસિયતો
મુંબઇ, 19 જૂન : ભારતના અણુ ઊર્જા કાર્યક્રમના પિતામહ ગણાતા ડો. હોમી જે. ભાભાનો પ્રતિષ્ઠત બંગલો 'મેહરાંગીર' બુધવાર 18 જૂનના રોજ એક લિલામમાં 372 કરોડ રૂપિયામાં વેચાઈ ગયો છે. આ બંગલાને મ્યૂઝિયમમાં પરિવર્તિત કરી દેવો જોઈએ એવી માગણીઓને ધ્યાનમાં લેવામાં આવી ન હતી.
ભાભા એટમિક રીસર્ચ સેન્ટર (બીએઆરસી) સંસ્થાના કેટલાક કર્મચારીઓએ તાજેતરમાં કેન્દ્ર સરકારને અરજી કરી હતી કે ભાભાના બંગલાનું લિલામ ન કરી તેને એટમિક એનર્જી મ્યૂઝિયમમાં પરિવર્તિત કરવામાં આવે. તેમણે બંગલાના વેચાણને અટકાવવા મુંબઈ હાઈ કોર્ટમાં કેસ પણ કર્યો છે.
હાઈ કોર્ટે ગઈ કાલે બંગલાના વેચાણ પર સ્ટે ઓર્ડર આપવાનો ઈનકાર કર્યો હતો, પણ કેસની સુનાવણી માટે 23 જૂનની તારીખ નક્કી કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે જરૂર લાગશે તો આ લિલામને રદબાતલ પણ જાહેર કરવામાં આવશે.
સૌથી ઉંચી બોલી બોલનાર અને બંગલો ખરીદનારકની ઓળખ તેની વિનંતીને કારણે જાહેર કરવામાં આવી નથી. આ વિશાળ બંગલો દક્ષિણ મુંબઈમાં વૈભવશાળી મનાતા મલબાર હિલમાં આવેલો છે. બંગલાની કસ્ટોડિયન સંસ્થા નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ (એનસીપીએ) ખાતે લિલામ યોજવામાં આવ્યું હતું.
આ બંગલાની ખાસિયતો શું છે તે જાણીએ...

હોમી ભાભા
ભારતના અણુ ઊર્જા કાર્યક્રમના પિતામહ ગણાતા ડો. હોમી જે. ભાભા

બંગલાને બચાવવા CMનો PMને પત્ર
ડૉ હોમી ભાભાના બંગલાની લીલામી થતી અટકાવવા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલો પત્ર

1
બંગલાની બેઝ પ્રાઈસ 257 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી, પણ 115 કરોડ રૂપિયા વધારે ઉપજ્યા છે.

2
ત્રણ માળવાળો બંગલો 15,000 સ્ક્વેર ફીટ પ્લોટ પર બાંધવામાં આવ્યો છે. બંગલાનો એરિયા 1593 સ્ક્વેર મીટર છે.

3
'મેહરાંગીર' એવી જગ્યાએ બાંધવામાં આવેલો છે કે તેમાંથી અરબી સમુદ્રનું સુંદર દ્રશ્ય નિહાળવા મળે છે.

4
વર્ષ 1966માં ડો. ભાભાનું એક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા બાદ તેમના ભાઈ જમશેદ તે એસ્ટેટના કસ્ટોડિયન બન્યા હતા. જમશેદ આર્ટ અને કલ્ચરના પેટ્રન હતા.

5
વર્ષ 2007માં જમશેદના અવસાન બાદ પ્રોપર્ટી એનસીપીએને ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. આ જ સંસ્થાનો જમશેદે ઉછેર કર્યો હતો અને તેને પ્રતિષ્ઠિત બનાવી હતી.