For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુઃ ચક્રવાત નીલમે બેનો ભોગ લીધો

By Super
|
Google Oneindia Gujarati News

nilam-cyclone
હૈદરાબાદ, 1 નવેંબરઃ ચક્રવાત નીલમે વિનાશકારી તોફાનનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. નીલમના કારણે તમિલનાડુમાં બે લોકોના મોત નીપજ્યાં છે અને અંદાજે પાંચ લોકો લાપતા છે.

પીટીઆઇએ જણાવ્યા પ્રમાણે ચક્રવાતી તોફાનની ઝડપ 100 કિ.મી. પ્રતિ કલાક કરતા વધારે છે. તોફાનના કારણે તમિલનાડુ, પોંડેચરી અને દક્ષિણ આધ્ર પ્રદેશના વિસ્તારોમાં ભારે પવન ફુંકાઇ રહ્યો છે.

મોસમ વિભાગે જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી આ પ્રકારની સ્થિતિ જોવા મળશે. માછીમારોને તટીય વિસ્તારમાં નહીં જવા ચેતવણી આપવામાં આવી છે. રાજ્ય સરકારે જણાવ્યા પ્રમાણે મામલ્લપુરમમાં 3900 લોકો માટે રાહત કેમ્પ લગાવવામાં આવ્યા છે.

જો કે રાજ્ય સરકાર અને મોસમ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નીલમ ગયા વર્ષના ઠાણેની જેમ ખતરનાક નથી તેથી સરકારે લોકોને ડરવાની નહીં પરંતુ થોડી સાવધાની રાખવા જણાવ્યું છે, જેથી તોફાનના વિનાશથી બચી શકાય.

English summary
2 Dead as Cyclone Nilam Hits Tamil Nadu at 100 Kmph said TV Report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X