કોરોના વેક્સીનને લઈ ઓરિસ્સા સરકારની તૈયારી તેજ, 29000 સાઈટ્સ તૈયાર કરાશે
નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિરુદ્ધ વેક્સીનને લઈ ઓિસ્સાની નવીન પટનાયક સરકારે તૈયારીઓ તેજ કરી દીધી છે. ઓરિસ્સા સરકારને ઉમ્મીદ છે કે વર્ષની શરૂઆતમાં કોરોના વેક્સીન આવી જશે અને માટે પ્રશાસન સંપૂર્ણ રીતે મશીનરી તૈયાર કરવામાં લાગી ગઈ છે. ગુરુવારે મુખ્યમંત્રી નવીન પટનાયક સામે સ્વાસ્થ્ય વિભાગે પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું અને કહ્યું કે ઉમ્મીદ જતાવવામાં આવી રહી છે કે કોરોના વેક્સીનના બે ડોઝ સુરક્ષિત રાખવા માટે 8 ડિગ્રી સેલ્સિયસ સુધી ભંડારણ તાપમાનની જરૂરત પડશે.
મુખ્યમંતરી નવીન પટનાયક તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે, "કોરોના વેક્સીનનું ટીકાકરણ અભિયાન શરૂ થયા બાદ તેને પૂરો એક વર્ષથી વધુ સમય લાગી શકે છે, છતાં પણ વેક્સીન અને કોરોના વેક્સીનના સતત બદલતા વ્યવહારને લઈ લોકોએ જાગરુક રહેવું જોઈએ. જ્યારે એડિશનલ ચીફ સેક્રેટરી પ્રદીપ્ત કુમાર મહાપાત્રાએ જણાવ્યું કે સ્વાસ્થ્ય વિભાગ આ તથ્યના આધારે પોતાની તૈયારીઓનું આંકલન કરી રહી છે કે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑઉ ઈન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની વેક્સીન પોતાના અંતિમ તબક્કાના ટ્રાયલમાં છે. આ ઉપરાંત રશિયાની સ્પુતનિક વી વેક્સીન પણ જલદી જ પોતાનું ત્રીજું ટ્રાયલ શરૂ કરી શકે છે. "
બધી વેક્સીનના ટ્રાયલ પર સરકારની નજર
પ્રદીપ્ત કુમાર મહાપાત્રાએ આગળ જણાવ્યું કે આવી જ રીતે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાની NVX-CoV 2323 વેક્સીનના ત્રીજા તબક્કાને લઈ વિચાર ચાલી રહ્યો છે. આ ઉપરાંત ચાર અન્ય વેક્સીન પણ પોતાના ટ્રાયલના વિવિધ તબક્કામાં છે. મહાપાત્રાએ કહ્યું કે વૈશ્વિક સ્તરે પણ હાલ 58 વેક્સીન ક્લીનિકલ ટ્રાયલના સફરમાં છે અને 203 વેક્સીન પ્રી ક્લીનિકલ ટ્રાયલના સફરમાં છે. તેમણે કહ્યું કે જેટલી પણ વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે, કોરોના સામે તેની તમામની બે ડોઝ જરૂરી છે અને તેને સાચવવા માટે 2 ડિગ્રીથી 8 ડિગ્રી સુધી તાપમાન જોઈએ.
ખેડૂત આંદોલનઃ કૃષિ મંત્રીએ ફરીથી કરી પહેલ, પ્રસ્તાવ પર વાતચીત કરવા માટે તૈયાર
29 હજારથી વધુ સાઈટ પર રસીકરણ થશે
પ્રદીપ્ત કુમાર મહાપાત્રાએ જણાવ્યું કે નાગરિકોને એક જ વેક્સીનના બે ડોઝ મળી રહી તે સુનિશ્ચિત કરવા માટે સરકાર ડેટાબેસ તૈયાર કરી રહી છે. એવું ના થાય કે ક્યાંક કોઈને અલગ અલગ વેક્સીનના બે ડોઝ મળે. મહાપાત્રાએ કહ્યું કે આના માટે રાજ્યમાં 29 હજારથી વધુ સાઈટ્સ તૈયાર કરવામાં આવી રહી છે, જ્યાં કોરોના વાયરસની વેક્સીન આપવા માટે પ્રવેશ અને નિકાસ દ્વાર અલગ હશે, જેથી કોઈપણ પ્રકારની ગડબડીથી બચી શકાય.