For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિદ્ધુનો સુષ્માને પત્ર, કરતારપુર કૉરિડોર માટે માન્યો આભાર

પંજાબની કોંગ્રેસ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પત્ર લખીને કરતારપુર સાહિબ કૉરિડોર માટે આભાર માન્યો છે.

|
Google Oneindia Gujarati News

પંજાબની કોંગ્રેસ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પત્ર લખીને કરતારપુર સાહિબ કૉરિડોર માટે આભાર માન્યો છે. પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને શિરોમણિ અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે કરતારપુર ગલિયારા નિર્માણ માટે કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે.

આ પણ વાંચોઃ VIDEO: મિઝોરમ પહોંચેલા અમિત શાહ હેલીકોપ્ટરમાંથી ઉતરતી વખતે પડ્યાઆ પણ વાંચોઃ VIDEO: મિઝોરમ પહોંચેલા અમિત શાહ હેલીકોપ્ટરમાંથી ઉતરતી વખતે પડ્યા

સિદ્ધુનો સુષ્માને પત્ર

સિદ્ધુનો સુષ્માને પત્ર

નવજોત સિંહ સિદ્ધુએ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પત્રમાં લખ્યુ છે, ‘શીખો અને પંજાબના લોકો માટે આ એક સપનુ સાચા થવા બરાબર છે. હું આના માટે કેન્દ્ર સરકારે ઉઠાવેલા પગલાંની પ્રશંસા કરુ છુ. અમે આ દિશામાં પોતાના પગરણ માંડીને આસ્થા અને ક્ષેત્ર માટે પ્રેમનો એક નવો અધ્યાય લખ્યો છે. હું ઈશ્વરને પ્રાર્થના કરુ છુ અને આશા કરુ છુ કે આ કાર્ય નિર્વિવાદ અને યોગ્ય ફેરફાર સાથે પાક સાથેના આપણા સંબંધોમાં નરમી લાવવાનું કામ કરશે. આ એક પુલની જેમ વૈમનસ્યતા ભૂલાવીને બંને પડોશી દેશો માટે શાંતિનું કામ કરશે.'

પાક પીએમની પણ પ્રશંસા કરી નવજોત સિંહ સિદ્ધુએ

પાક પીએમની પણ પ્રશંસા કરી નવજોત સિંહ સિદ્ધુએ

સિદ્ધુએ ભારતની સરકારની સાથે સાથે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પણ પ્રશંસા કરી છે. તેમણે કહ્યુ કે બંદો પરખેલો છે અને ઈચ્છે છે કે બંને દેશો વચ્ચે સંબંધો સારા થાય. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ઈમરાન ખાન 28 નવેમ્બરના રોજ અને ભારતમાં રાષ્ટ્રપતિ કોવિંદ અને પંજાબના સીએમ અમરિંદર સિંહ 26 નવેમ્બરે કૉરિડોરનું શિલાન્યાસ કરશે.

ઈમરાને સિધ્ધુને બોલાવ્યા

ઈમરાને સિધ્ધુને બોલાવ્યા

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કરતારપુર સાહિબ કૉરિડોર શિલાન્યાસ સમારંભ માટે પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુને આમંત્રણ આપ્યુ છે. ઈમરાન ખાને સિદ્ધુને પાકિસ્તાન આવીને કૉરિડોરના શિલાન્યાસ સમારંભમાં શામેલ થવા માટે આમંત્રણ આપ્યુ છે. સિદ્ધુએ કહ્યુ કે જો પાકિસ્તાનના પીએમ કરતારપુર કૉરિડોરના શિલાન્યાસમાં બોલાવશે તો તે જરૂર જશે.

આ પણ વાંચોઃ દુનિયામાં સૌથી ઓછી રજાઓ લે છે ભારતીય, કામનો બોજ સૌથી મોટુ કારણઆ પણ વાંચોઃ દુનિયામાં સૌથી ઓછી રજાઓ લે છે ભારતીય, કામનો બોજ સૌથી મોટુ કારણ

English summary
Navjot Sidhu letter to Sushma Swaraj Thanks Centre gov For Kartarpur Sahib Corridor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X