For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનથી પાછા ફરતા બોલ્યા સિદ્ધુ, ‘સો ગણો પ્રેમ પાછો લઈને જઈ રહ્યો છુ'

પાકિસ્તાનથી પાછા ફરતા નવજોત સિદ્ધુએ કહ્યુ કે જેટલો પ્રેમ પાકિસ્તાન લાવ્યો હતો તેનાથી સો ગણો પ્રેમ પાછો લઈને પોતાના દેશ હિંદુસ્તાનમાં જઈ રહ્યો છુ.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના શપથગ્રહણમાં શામેલ થવા માટે ઈસ્લામાબાદ પહોંચેલા નવજોત સિદ્ધુએ ત્યાંથી પાછા ફરતી વખતે કહ્યુ કે જેટલો પ્રેમ પાકિસ્તાન લાવ્યો હતો તેનાથી સો ગણો પ્રેમ પાછો લઈને પોતાના દેશ હિંદુસ્તાનમાં જઈ રહ્યો છુ. બે દિવસની અંદર પાકિસ્તાને મને વ્યાજ સાથે પ્રેમ પાછો આપ્યો છે. તેમણે કહ્યુ કે જનરલ બાજવાએ મને ગળે મળીને કહ્યુ કે તેઓ ગુરુનાનકના 550 માં જન્મોત્સવ પર કરતારપુર સુધીના રસ્તા ખોલવા પર વિચાર કરી રહ્યા છે.

siddhu

પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ કે ઈમરાન ખાન પાકિસ્તાનની તકદીર બદલશે, એ આશા છે. સિદ્ધુએ કહ્યુ કે ઈમરાન એક સુલઝેલા વ્યક્તિ છે અને તે જરૂર પાકિસ્તાનને એક સારા રસ્તે લઈ જશે. સિદ્ધુએ કહ્યુ કે બંને દેશામાં ખૂબ સમાનતાઓ છે, ઘણી નદીઓ છે જે લાહોરમાં પણ છે અને અમૃતસરમાં પણ. તેમણે કહ્યુ કે બંને મુલ્કોના સંબંધો સુધરશે અને બંને તરફની સરકારો વાતચીત દ્વારા મુદ્દાઓને ઉકેલશે એવી આશા છે.

આ પણ વાંચોઃ ઈમરાન ખાન બન્યા પાકિસ્તાનના 22 માં પ્રધાનમંત્રી, નવજોત સિંહ પણ રહ્યા હાજરઆ પણ વાંચોઃ ઈમરાન ખાન બન્યા પાકિસ્તાનના 22 માં પ્રધાનમંત્રી, નવજોત સિંહ પણ રહ્યા હાજર

કોંગ્રેસ નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ શુક્રવારે પાકિસ્તાન પહોંચ્યા હતા. ઈમરાને સિદ્ધુને શપથગ્રહણ માટે આમંત્રણ આપ્યુ હતુ. સિદ્ધુ ઉપરાંત પૂર્વ ભારતીય ક્રિકેટર કેપ્ટન કપિલ દેવ અને સુનીલ ગાવસ્કરને પણ આમંત્રણ મળ્યુ હતુ પરંતુ બંનેએ જવાનો ઈનકાર કરી દીધો. સિદ્ધુ શુક્રવારે અટારી સ્થિત વાઘા બોર્ડર પાર કરીને પાકિસ્તાન પહોંચ્યા હતા. પાક પહોંચ્યા બાદ તેમણે કહ્યુ હતુ કે તેઓ રાજનેતા નહિ એક દોસ્તના સંબંધે ઈમરાનના શપથગ્રહણમાં આવ્યા છે અને બંને દેશો શાંતિના પક્ષમાં છે.

આ પણ વાંચોઃ સાડા ચાર વર્ષના કાર્યકાળમાં પહેલી વાર ઓફિસ ન ગયા પીએમ મોદી, કારણ?આ પણ વાંચોઃ સાડા ચાર વર્ષના કાર્યકાળમાં પહેલી વાર ઓફિસ ન ગયા પીએમ મોદી, કારણ?

English summary
Navjot Singh Sidhu after attending oath taking ceremony of Imran Khan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X