અમૃતસર ટ્રેન અકસ્માતઃ સિદ્ધુએ રેલવે પર ઉઠાવ્યો મોટો સવાલ
નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં જેવી રીતે દશેરાના તહેવાર પર ઘટના બની, તેના પર રાજકારણ પણ ગરમાયું છે. પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ ઘટનાને લઈને રેલવે પર નિશાન સાધ્યું છે. સિદ્ધુએ કહ્યું કે આખરે રેલવેએ એક દિવસમાં જ ડ્રાઈવરને ક્લિનચીટ આપી દીધી, જેણે રાવણ દહન જોઈ રહેલા 60થી વધુ લોકો પર ટ્રેન ચડાવી દીધી હતી. સિદ્ધુનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે રેલવે રાજ્યમંત્રી મનોજ સિન્હાએ ઘટના પાછળ રેલવેની કોઈ ભૂલ ન હોવાનું સ્પષ્ટપણે કહી દીધું હતું.

રેલવેએ કોઈ ભૂલ ન હોવાનું જણાવ્યું
રેલવે તરફથી કહેવામાં આવ્યું કે તેમને આયોજકો કે પછી સ્થાનિક તંત્ર તરફથી કોઈ જાણકારી નહોતી આપવામાં આવી કે રેલવે ટ્રેક પાસે દશેરાનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. રેલવે તરફથી કોઈપણ પ્રકારની ભૂલ હોવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો છે. રેલવેએ તેની તપાસ માટે પણ ઈનકાર કર્યો છે. જણાવી દઈએ કે જે કાર્યક્રમમાં આ ઘટના બની, ત્યાં નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર મુખ્ય અતિથિ તરીકે હાજર હતી.

સિદ્ધુએ સવાલ ઉઠાવ્યો
સિદ્ધુએ કહ્યું કે તપાસના એક દિવસમાં જ લોકો પાયલટને રેલવેએ ક્લીનચીટ આપી દીધી છે. સિદ્ધુએ કહ્યું કે જ્યારે તમે ગાય માટે ટ્રેનને રોકી દો છો, રેલવે ટ્રે પર કોઈ બેઠું હોય તો તેની વિરુદ્ધ તમે એફઆઈઆર દાખલ કરી દો છો પરંતુ આ ઘટના વખતે તમે ટ્રેન પણ ન રોકી શક્યા? સિદ્ધુએ ટ્રેનની ગતિ પર પણ સવાલ ઉઠાવ્યો, કહ્યું કે ટ્રેનની સ્પીડ 100 કિમી પ્રતિ કલાકથી પણ વધુ હતી.

ગેટમેન પર સવાલ ઉઠાવ્યો
જણાવી દઈએ કે ઘટના બાદ તમામ વિપક્ષી દળોએ આ ઘટનાની તપાસની માગણી કરી છે. અકાળી દળે માગણી કરી છે કે નવજોત સિંહ સિદ્ધુને પંજાબ સરકારમાંથી કાઢી મૂકવામાં આવે. અકાળી દળે નવજોતની પત્ની પર આરોપ લગાવ્યો છે કે તે પ્રશાસનની મંજૂરી નહોતી તેવા કાર્યક્રમમાં હાજરી આપવામાં માટે સિદ્ધુના પત્ની ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળથી થોડે દૂર જ રેલવે ફાટક હતો, જેના પર સવાલ ઉઠાવતા સિદ્ધુએ કહ્યું કે આખરે 300 મીટર દૂર જોટા ફાટક પર ગેટમેને તેની જાણકારી રેલવે ડ્રાઈવરને કેમ ન આપી?
અમૃતસર ટ્રેન દુર્ઘટનાઃ પોતાના બાળકોના મૃતદેહની રાહ જોતી રહી માતા, ધ્રુજાવી દેતી 5 ઘટના