For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું કોંગ્રેસ હાઇકમાન્ડનો આભારી રહીશ, પરંતુ સમાધાન કરીને ક્યારેય આગળ નહીં વધું - નવજોત સિંહ સિદ્ધુ

પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુએ બુધવારના રોજ જણાવ્યું હતું કે, પાર્ટી તરફથી તેમને આપવામાં આવેલી સુવિધાઓ માટે તેઓ હંમેશા પાર્ટી હાઈકમાન્ડના આભારી રહેશે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ : પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ ગુરુવારના રોજ (14 ઓક્ટોબર) દિલ્હીમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળશે. આ પહેલા પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુએ બુધવારના રોજ જણાવ્યું હતું કે, પાર્ટી તરફથી તેમને આપવામાં આવેલી સુવિધાઓ માટે તેઓ હંમેશા પાર્ટી હાઈકમાન્ડના આભારી રહેશે. જો કે, નવજોત સિંહ સિદ્ધુએ એમ પણ જણાવ્યું હતું કે, તેઓ ક્યારેય પણ કોઈ પણ ભોગે સમાધાન કરશે નહીં અને ક્યારેય સમાધાન કરીને આગળ વધશે નહીં.

Navjot Singh Sidhu

પંજાબ માટેનો મારો 'ઈશ્ક' જેઓ સમજે છે, તેઓ મારા પર ક્યારેય કોઈ આરોપ લગાવશે નહીં

તેમણે આગળ કહ્યું કે જે લોકો પંજાબ પ્રત્યેના તેમના 'ઇશ્ક' પ્રેમને સમજે છે તેઓ તેમના પર ક્યારેય કોઈ આરોપ લગાવશે નહીં. નવજોત સિંહ સિદ્ધુએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પંજાબને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરતા એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં નવજોત સિંહ સિદ્ધુએ જણાવ્યું હતું કે, મને પંજાબ સાથે 'ઇશ્ક' છે. 'ઇશ્ક' નો અર્થ શું છે? લોકોને લાગે છે કે, તે કંઈક ભૌતિક છે. ના તેમ નથી, તમામ સંબંધોથી પરે પંજાબ મારું છે, ઇશ્ક ત્યાં છે. પંજાબ માટેનો મારો 'ઈશ્ક' જેઓ સમજે છે, તેઓ મારા પર ક્યારેય કોઈ આરોપ લગાવશે નહીં.

હું ક્યારેય સમાધાન કરવા અને આગળ વધવા માંગતો નથી

નવજોત સિંહ સિદ્ધુએ જણાવ્યું હતું કે, મારી શક્તિઓને દરેક જગ્યાએ અવગણવામાં આવી હતી. રાજકારણમાં 5 ને 50 અને 50ને શૂન્ય બનાવી શકાય છે. તમને સુવિધા આપવી જોઈએ અને તે હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવે છે. હું હંમેશા તેમનો આભારી રહીશ, પણ સમાધાન કરીને કેવી રીતે આગળ વધવું? આ સિસ્ટમ રાક્ષસની જેમ ઉભી છે અને તમને કરડે છે. હું ક્યારેય સમાધાન કરવા અને આગળ વધવા માંગતો નથી.

પંજાબની દરેક સમસ્યાનો ઉકેલ આવક છે

નવજોત સિંહ સિદ્ધુએ આ વીડિયોમાં ભ્રષ્ટાચારને કાબૂમાં લેવાની વાત પણ કરી છે અને રાજ્યના સંસાધનો અને આવક વધારવા પર ભાર મૂક્યો છે. સિદ્ધુએ જણાવ્યું કે, પંજાબની દરેક સમસ્યાનો ઉકેલ આવક છે. પંજાબ કોંગ્રેસમાં જૂથવાદ વચ્ચે નવજોત સિંહ સિદ્ધુ 14 ઓક્ટોબરના રોજ AICC ના મહાસચિવ હરીશ રાવત અને પક્ષના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલને મળીને પાર્ટીના રાજ્ય એકમ સંબંધિત સંગઠનાત્મક બાબતો પર ચર્ચા કરશે.

English summary
Punjab Congress President Navjot Singh Sidhu will meet senior party leaders in Delhi on Thursday (October 14).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X