નવરાત્રીઃ 50 કિલો સોનામાંથી બનાવી મા દુર્ગાની મૂર્તિ, કિંમત જાણીને હોશ ઉડી જશે
નવી દિલ્હીઃ નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની વિશાળ મૂર્તિઓ બનાવવામાં આવે છે. જેમાં ઘણા મોંઘા ધાતુઓનો પણ ઉપયોગ થાય છે. કોલકાતામાં એક પૂજા સમિતિએ દેવીની પ્રતિમામાં 50 કિલો સોનાનો ઉપયોગ કર્યો છે. સજાવટમાં ઉપયોગમાં લેવાયેલ સોનાની કિંમત 20 કરોડ રૂપિયા છે.

13 ફીટ ઉંચી પ્રતિમા
કોલકાતાના સંતોષ મિત્રા સ્ક્વેર દુર્ગા પૂજાના આયોજક માતા દુર્ગા, શેર અને મહિષાસુરના શ્રૃંગાર માટે 50 કિલો સોના પત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મા દુર્ગાની 13 ફીટ ઉંચી પ્રતિમાના પગથી લઈ માથા સુધી સોનાની પત્ર ચઢાવવામાં આવી છે. પૂજા સમિતિનું કહેવું છે કે આ મૂર્તિ આ વર્ષની સૌથી મોંઘી છે.

સુરક્ષામાં પોલીસબળ
સંતોષ મિત્ર સ્કવાર પર આ પંડાલ બન્યો છે, જેમાં આ વર્ષની દેશની સૌથી મોંઘી દુર્ગાની મૂર્તિ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 13 ફીટ ઉંચી આ પ્રતિમાની સુરક્ષાને લઈને પણ પ્રશાસન સતર્ક છે. પોલીસની એક આખી ટીમ અહીં તહેનાત છે. જ્યારે કોલકાતામાં જ એક મૂર્તિને 110 કિલો ચાંદીથી સજાવવામાં આવી છે.

2017માં 22 કિલો સોનાથી પ્રતિમા સજાવી હતી
પૂજાના આયોજકોએ 2017માં દેવી દુર્ગાની પ્રતિમાને 22 કિલોગ્રામ સોનાની સાડીથી સુસજ્જિત કરી હતી. પ્રતિમાની સાડી ફેશન ડિઝાઈનર અગ્નિમિત્ર પાલે ડિઝાઈન કરી હતી.
ન્યાય માટે પેટ્રોલ લઈ ટાકા પર ચડી ગયો આખો પરિવાર, ઉતરવા માટે તૈયાર નથી