Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નવરાત્રી બગાડશે વરસાદ, ગુજરાત સહિતના આ રાજ્યોમાં વરસાદની આગાહી

અત્યારે દેશમાં હવામાનની જે સ્થિતિ છે તે વૈજ્ઞાનિકો માટે પણ તે એક કોયડા સમાન છે.

નવી દિલ્હી, 7 ઓક્ટોબર : અત્યારે દેશમાં હવામાનની જે સ્થિતિ છે તે વૈજ્ઞાનિકો માટે પણ તે એક કોયડા સમાન છે. IMD એ કહ્યું હતું કે ચોમાસું 6 ઓક્ટોબરથી દેશમાંથી વિદાય લેશે, પરંતુ આમ છતાં તેને પોતે જ દેશના ત્રણ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ઉત્તરથી દક્ષિણ સુધીના રાજ્યોમાં આગામી ત્રણ દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે.

લો પ્રેશર એરિયા બનવાની સંભાવના

લો પ્રેશર એરિયા બનવાની સંભાવના

હવામાન વિભાગે કેરળમાં રેડ એલર્ટ અને કર્ણાટક, તમિલનાડુમાં યલો એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે કેરળના માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં ન જવા ચેતવણી આપી છે. તો બીજી બાજુ IMD નું લેટેસ્ટ ટ્વિટ કહે છે કે 10 ઓક્ટોબર, 2021 ની આસપાસ ઉત્તર આંદામાન સમુદ્ર ઉપર લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે.

ઓડિશા અને આંધ્રપ્રદેશમાં પણ એલર્ટ

ઓડિશા અને આંધ્રપ્રદેશમાં પણ એલર્ટ

આ લો પ્રેસર આગામી 4-5 દિવસમાં દક્ષિણ ઓડિશા તરફ આગળ વધે તેવી શક્યતા છે, જેના કારણે આ દિવસોમાં ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે અને તેની અસર નજીકના રાજ્યો પર પડશે. આ દરમિયાન ભારે પવન સાથે વરસાદ આવી શકે છે અને ગાજવીજ સાથે વીજળી પડી શકે છે.

રાજસ્થાન અને ગુજરાતમાં પણ વરસાદની આગાહી

રાજસ્થાન અને ગુજરાતમાં પણ વરસાદની આગાહી

આ લો પ્રેસરની અસર તમિલનાડુ, કર્ણાટક અને લક્ષદ્વીપમાં પણ જોવા મળશે. આગામી 5 દિવસ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે આગામી ત્રણ દિવસ દિલ્હી-એનસીઆરમાં પણ હળવો વરસાદ પડી શકે છે. તો સાથે સાથે રાજસ્થાન અને ગુજરાતમાં પણ વરસાદનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે.

આ રાજ્યોમાં વરસાદ પડશે

આ રાજ્યોમાં વરસાદ પડશે

હવામાનની માહિતી આપતી ખાનગી સંસ્થા સ્કાયમેટ અનુસાર, રાજસ્થાન અને ગુજરાતમાંથી ચોમાસુ પાછું ફર્યું છે અને આગામી બે દિવસમાં તે કશ્મીર, હિમાચલ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અથવા યુપીથી પણ પ્રસ્થાન કરશે, પરંતુ આ સમય દરમિયાન આ રાજ્યોમાં વરસાદ પડશે. બીજી બાજુ આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કોંકણ અને ગોવા, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદ પડી શકે છે. તેથી અહીં ચેતવણી જારી કરવામાં આવી છે અને લોકોને સચેત રહેવા કહેવામાં આવ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X