For Quick Alerts
For Daily Alerts
ભારતીય નૌસેનાનું ચેતક હેલિકોપ્ટર ગોવામાં તૂટી પડ્યું, પાયલોટનું મોત
પણજી, 15 ઑક્ટોબર : આજે સવારે ગોવા સ્થિત ડબોલિમ એરપોર્ટ ખાતે ઉતરાણ કરતા સમયે ભારતીય નૌકા દળનું હેલિકોપ્ટર ચેતક તૂટી પડ્યું હતું. આ કમનસીબ ધટનામાં હેલિકોપ્ટર ચલાવી રહેલા બંને પાયલોટનાં મોત થયાં હતાં. આ ઉપરાંત હેલિકોપ્ટરમાં રહેલો ડાઇવરનું પણ મોત થયું હતું.
ભારતીય નૌકા દળના અધિકારીના જણાવ્યા અનુસાર ચેતક હેલિકોપ્ટર તેના દૈનિક ક્રમ મુજબ મુંબઇથી મેંગલોર વાયા ગોવા જઇ રહ્યું હતું. તે ગોવામાં ઇંધણ ભરાવવા માટે ઉતરી રહ્યું હતું ત્યારે ખામી સર્જાતા તે તૂટી પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઑગસ્ટમાં ભારતીય હવાઇ દળના બે એમઆઇ - 17 હેલિકોપ્ટર્સ ગુજરાતના સૌરાષ્ટ્રની હવાઇ પટ્ટીમાં અથડાયાં હતાં. આ દુર્ઘટનામાં ભારતીય હવાઇ દળના તમામ 9 જવાનોનાં મોત થયાં હતાં.