નૌકાદળ ઓફીસરની પત્નીનો આરોપ, પતિએ કરી તેને મિત્રોના હવાલે
આરોપમાં કહેવાયું છે કે તેના પતિએ પોતાની કારકિર્દીમાં આગળ વધવા માટે આવું કર્યું. મહિલાએ જણાવ્યું કે પતિના સહકર્મચારીઓએ પણ મારી સાથે દુર્વ્યવહાર કર્યો. તેમાંથી કેટલાંક મારા વાળ કાપવા, કેટલાંક મને અડતા તો કેટલાંક મારા કપડા ઉતારવાની કોશીશ કરી રહ્યા હતા. મહિલાએ જણાવ્યું કે તે આઘાતમાં હતી અને બૂમો પાડી રહી હતી. મહિલાએ જણાવ્યું કે પોલીસ જો તેમને સામે લાવે છે તો તે બધાને ઓળખી લેશે.
દક્ષિણી નૌકાદળ કમાન્ડે મહિલાના આરોપોને ખોટા ગણાવ્યા. આ અંગે તેણે જણાવ્યું કે આ દંપતિના લગ્નેત્તર ઝઘડા છે, માટે આ મહિલા તેના પતિ પર આરોપ લગાવી રહી છે. કમાન્ડનું કહેવું છે કે કેટલાંક દિવસ પહેલા નેવલ વાઇવ્સ વેલફેયર એશોસિએશન દ્વારા તેમની કાઉન્સિલિંગ કાર્યવાહી કરાવવામાં આવી ચૂકી છે. પોતાના પતિના કામ કરવાના સ્થળે પહેલા પણ આ મહિલા આવા આરોપ લગાવી ચૂકી છે.
આ મહિલાએ નેવીના નિવેદનને નકારી નાખ્યું છે અને તેનું કહેવું છે કે તે ક્યારેય મેરેજ કાઉન્સેલર પાસે નથી ગઇ, તેઓ એકબીજાને બચાવવા માટે આવી ટિપ્પણીઓ કરી રહ્યા છે. મહિલાના પતિએ આગોતરા જામિન માટે કેરળની હાઇકોર્ટમાં અરજી કરી છે.