For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફડણવીસે ફોડ્યો દિવાળી બૉમ્બ, કહ્યુ - દાઉદના પરિવાર સાથે જોડાયેલા છે નવાબ મલિકની ફેમિલીના તાર

દિવાળી બાદ મોટો બૉમ્બ ફોડવાનો દાવો કરનાર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે નવાબ મલિક પર મોટો વાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ દિવાળી બાદ મોટો બૉમ્બ ફોડવાનો દાવો કરનાર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે નવાબ મલિક પર મોટો વાર કર્યો છે. પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, 'મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના પરિવારનો સંબંધ મુંબઈ ધમાકામાં શામેલ દાઉદ ઈબ્રાહિમના ફેમિલી સાથે છે. તેમણે દાઉદના પરિવાર પાસેથી જમીન ખરીદી હતી. એ પણ કહ્યુ કે જમીનને દાઉદના લોકો પાસેથી સસ્તામાં ખરીદવામાં આવી છે.'

મલિક, તમે મુંબઈમાં બૉમ્બ વિસ્ફોટ કરનાર પાસેથી જમીન કેમ ખરીદી?

મલિક, તમે મુંબઈમાં બૉમ્બ વિસ્ફોટ કરનાર પાસેથી જમીન કેમ ખરીદી?

સવાલ એ છે કે, 'નવાબ મલિક, તમે મુંબઈમાં બૉમ્બ વિસ્ફોટ કરનાર પાસેથી જમીન કેમ ખરીદી? એવી કઈ વાત હતી જેના કારણે મુંબઈના ગુનેગારોએ એલબીએસ રોડ પર ત્રણ એકર જમીન તમને 20 લાખ રુપિયામાં આપી દીધી? મલિકની ચાર પ્રોપર્ટીમાંથી 100 ટકા અંડરવર્લ્ડના એંગલ છે, મારી પીસે જે બધા પુરાવા છે તે સક્ષમ પ્રાધિકારીને આપીશ. હું આ બધા પુરાવા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારને પણ આપીશ જેથી તેમને પણ ખબર પડે કે તેમના મંત્રીઓએ શું ખેલ ખેલ્યા છે?'

સરદાર શાહ વલી ખાન અને મોહમ્મદ સલીમ પટેલ

સરદાર શાહ વલી ખાન અને મોહમ્મદ સલીમ પટેલ

ફડણવીસે સરદાર શાહ વલી ખાન અને મોહમ્મદ સલીમ પટેલનો ઉલ્લેખ કર્યો. વલી ખાનનો સંબંધ મુંબઈ ધમાકા સાથે છે, તેણે જ ટાઈગર મેમણની ગાડીઓમાં આરડીએક્સ અપલોડ કરાવ્યુ હતુ. જ્યારે સલીમ પટેલ હસીના પાટકરનો ડ્રાઈવર હતો. જ્યારે તે અરેસ્ટ થઈ ત્યારે પટેલની પણ ધરપકડ થઈ હતી. એ વખતે હસીનાની બધી બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી હતી તો હસીનાની ગેરકાયદે સંપત્તિને પટેલના નામ પર વેચવામાં આવતી હતી.

મલિકના દીકરા ફરાજ મલિકને વેચવામાં આવી 20 લાખમાં જમીન

મલિકના દીકરા ફરાજ મલિકને વેચવામાં આવી 20 લાખમાં જમીન

પૂર્વ સીએમ ફડણવીસે કહ્યુ કે, 'કુર્લામાં એક ત્રણ એકર જગ્યા છે જે ખૂબ મોંઘી છે. અહીં એક જમીન સોલિડસ કંપનીને વેચવામાં આવી તે પણ 20 લાખમાં. જેના માલિક નવાબ મલિકના દીકરા ફરાઝ મલિક છે. ડીલ ત્રીસ લાખની થઈ હતી જેમાંથી માત્ર 20 લાખ રૂપિયા જ આપવામાં આવ્યા. ફડણવીસે પૂછ્યુ કે નવાબ મલિક જણાવે કે જ્યારે સોદાના સમયે(2005)માં તે મંત્રી હતા ત્યારે સોદો કેવી રીતે થયો? શું ટાડાના આરોપીઓને બચાવવા માટે તેમને જમીને વેચવામાં આવી?'

'દેશની સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે, મલિક જવાબ આપે'

ફડણવીસે કટાક્ષ કરીને કહ્યુ કે, 'તે કોઈ સલીમ-જાવેદની સ્ટોરી કે ઈન્ટરવલ પછીની સ્ટોરી નથી જણાવી રહ્યા, તે જે કહી રહ્યા છે તે ખૂબ ગંભીર મુદ્દો છે કે જે દેશની સુરક્ષા સાથે જોડાયેલો છે.' તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા નવાબ મલિકે ફડણવીસની પત્ની અમૃતાની એક ડ્રગ પેડલર સાથે ફોટો શેર કરીને સવાલ કર્યો હતો કે આ તમારી પત્નીના વીડિયોના ફાઈનાન્સર કેવી રીતે છે? જેના પર ભડકીને ફડણવીસે કહ્યુ હતુ કે નવાબ મલિક પાયાવિહોણી વાતો કરી રહ્યા છે, મારી પાસે તેમની સામે ઘણા પુરાવા છે અને હું દિવાળી પછી બૉમ્બ ધમાકો કરીશ.

English summary
Nawab Malik son has links with Dawood Ibrahim said Former Maharashtra Chief Minister Devendra Fadnavis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X