શરીફે સ્વાકાર્યું મોદીનું આમંત્રણ, શપથ ગ્રહણ સમારોહમાં આવશે

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, ઇસ્લામાબાદ, 22 મેઃ સૂત્રોના હવાલાથી મેળલી માહિતી અનુસાર દેશના પદનામિત વડપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાના આમંત્રણનો સ્વીકાર પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છેકે, 26મી મેના રોજ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે તેઓ નવી દિલ્હી આવશે અને પાકિસ્તાન આ બાબતે આજે ઔપચારિક જાહેરાત કરશે.

narendra-modi-nawaz-sharif
એવુ પહેલીવાર થઇ રહ્યું છેકે ભારતના વડાપ્રધાન પદના શપથ ગ્રહણ સમારોહમા સાર્ક દેશોના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. કરજાઇ, રાજપક્ષે અને તાબગેએ શપથ સમારોહમાં આવવાના સંકેત આપી દીધા છે અને અન્યની પ્રતિક્રિયાની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે.

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિક કરજાઇ, ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે, નેપાળના વડાપ્રધાન સુશીલ કોઇરાલા અને માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન અબ્દુલ ગય્યૂમ માટે એ દેશોના વિદેશ સચિવોને નિમંત્રણ મોકલવામાં આવ્યા છે.

નોંધનીય છેકે નરેન્દ્ર મોદી 26 મેના રોજ સાંજે 6 વાગ્યે પોતાના કેબિનેટ સાથે વડાપ્રધાન પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં થશે. આ સમારોહમાં ત્રણ હજાર મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણી જીત્યા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવવા પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું હતું. સાર્કમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાલ, શ્રીલંકા, અફગાનિસ્તાન અને માલદીવ સામેલ છે.

English summary
After the government of Afghanistan and Sri Lanka confirmed the presence of their Presidents Hamid Karzai and Mahinda Rajapaksa during Narendra Modi's swearing in as Prime Minister, indications come from Islamabad on Thursday that Pakistan Prime Minister Nawaz Sharif will be attending the event on May 26.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X