નક્સલીઓએ ઝારખંડમાં ઉડાવ્યો રેલવે ટ્રેક, ઘણી ટ્રેનોએ બદલ્યા રૂટ
ધનબાદઃ ઝારખંડમાં નક્સલીઓએ રેલવે ટ્રેકને બ્લાસ્ટ કરીને ઉડાવી દીધો જેના કારણે ઘણી ટ્રેનોનુ સંચાલન ખોરવાયુ છે. નક્સલીઓએ ઝારખંડના ગિરિડીહ પાસ રેલવે ટ્રેકને બૉમ્બ બ્લાસ્ટથી ઉડાવી દીધો છે. રિપોર્ટ અનુસાર ટ્રેકને વધુ નુકશાન નથી થયુ પરંતુ સુરક્ષા કારણોસર ટ્રેનોનુ સંચાલન આ રુટ પર હાલમાં રોકી દેવામાં આવ્યુ છે.
બ્લાસ્ટ બાદ નક્સલી ટ્રેક પર કાગળ છોડીને ગયા છે. પૂર્વ મધ્ય રેલવેના સીપીઆરઓ રાજેશ કુમારે જણાવ્યુ કે રાતે પેટ્રોલિંગ દરમિયાન ચિચાકીના સ્ટેશન માસ્ટરને એ વાતની સૂચના આપવામાં આવી છે કે રાતે 12.30 વાગે ધનબાદ ડિવિઝન સ્થિત કરમાબાદ-ચિચાકી રેલવે સ્ટેશન વચ્ચે બ્લાસ્ટ થય. ત્યારબાદ હાવડા-દિલ્લી રેલ માર્ગ પર સ્થિત ગોમો-ગયા રેલખંડ પર બધી ટ્રેનોના સંચાલનને રોકી દેવામાં આવ્યુ. જેના કારણે ધનબાદ-ડેહરી ઑન એક્સપ્રેસ(13305) 27ને રદ કરી દેવામાં આવી છે.
આ ટ્રેનોના રૂટ બદલાયા
12307, હાવડા-જધપુર એક્સપ્રેસ, ઝાઝા-પટના-ડીડીયુ થઈને જશે.
12321 હાવડા ઝાઝા-પટના-ડીયુ થઈને જશે.
12312 કાલકા હાવડા એક્સપ્રેસ હવે ગયા-પટના-ઝાઝા થઈને જશે.
12322 હાવડા એક્સપ્રેસ ગયા-પટના ઝાઝા થઈને જશે.
22824 રાજધાની એક્સપ્રેસ ડીડીયુ-પટના-ઝાઝા થઈને જશે.
12816 પુરી એક્સપ્રેસ હજારીબાગ ટાઈન-બરકાકાના થઈને જશે.
12826 સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ કોડરમા-હજારીબાગ ટાઈન-બરકાકાના થઈને જશે.