ભત્રીજા અજીત પવારના રાજીનામા પર શું બોલ્યા એનસીપી પ્રમુખ શરદ પવાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવારે તેમના ભત્રીજા અજીત પવારના રાજીનામા પર પ્રતિક્રિયા આપી. તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એનસીપી માટે તગડો ઝટકો છે. અજીત પવારના રાજીનામા પર શુક્રવારે રાતે શરદ પવારે કહ્યુ કે મે તેમના રાજીનામાનુ કારણ જાણવા માટે તેમના પુત્ર અને અન્ય સાથે સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યુ કે તે ખૂબ પરેશાન હતા.
શરદ પવારે કહ્યુ કે મે અજીતના રાજીનામાનું કારણ જાણવા માટે તેમના પુત્ર અને અન્યનો સંપર્ક કર્યો. તેમણે કહ્યુ કે આજે તેમણે પોતાના પરિવારને જણાવ્યુ કે હુ મારા કાકા (શરદ પવાર)નુ નામ એક બાબતે આવવાથી પરેશાન છુ. આ કેસમાં અજીત પવારનુ નામ પણ છે. તેમણે કહ્યુ તે તે આનાથી બહુ પરેશાન હતા.
તેમણે આગળ કહ્યુ કે અજીતે પોતાના પરિવારે જણાવ્ય કે તે એ સહેવા માટે સક્ષમ નથી કે જે વ્યક્તિ(શરદ પવાર) એ 50-52 વર્ષથી એક રાજકીય સંગઠનમાં કામ કરી રહ્યા છે. 4 વાર સીએમ રહ્યા, સંરક્ષણ મંત્રી રહ્યા. તે વિવિધ ક્ષેત્રોમાં પોતાના કામ માટે ઓળખવામાં આવે છે. તેને એક એવા મામલે ઘસડવામાં આવ્યા જ્યાં તે એ બેંકના સભ્ય પણ નહોતા.
S Pawar: He told his family that for 50-52 yrs a person who worked in a political org in Maharashtra,was CM 4 times, was defence minister&is known for his work in different sectors,his name is brought in a case where he wasn't even a member of that bank. It's not bearable for him https://t.co/FTRwtUsI8a
— ANI (@ANI) 27 September 2019
વળી, શરદ પવાર વિધે ઈડીએ આજે કહ્યુ કે તેમની પૂછપરછની અત્યારે જરૂર નથી. શરદ પવારે પણ મુંબઈ પોલિસ કમિશ્નર સાથે મુલાકાત બાદ કહ્યુ કે હું ઈડી ઓફસ જવાનો મારો નિર્ણય રદ કરુ છુ. મારા કોઈ કારણથી કાયદો વ્યવસ્થા ખરાબ થાય એવુ હું નહિ ઈચ્છુ. વાસ્તવમાં ઈડીએ 24 સપ્ટેમ્બર (મંગળવારે) એનસીપી પ્રમુખ શરદ પવાર અને તેમના ભત્રીજા અજીત પવાર સામે કેસ નોંધ્યો હતો. આ બંને પર ઈડીએ મની લોંડ્રિંગનો કેસ નોંધ્યો છે. આ બંને નેતાઓ સહિત 70 લોકોને મહારાષ્ટ્ર સ્ટેટ કેપિટલ બેંક સાથે જોડાયેલા એક કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ UNGAમાં પીએમ મોદીની 17 મિનિટ અને પાકિસ્તાનનુ નામ સુદ્ધા નહિ, સંપૂર્ણપણે ભારતે કર્યુ અળગુ