For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ-એનસીપી સાથે લડશે લોકસભા ચૂંટણી 2019: શરદ પવારનું મોટુ નિવેદન

વર્ષ 2019ની લોકસભા ચૂંટણી ભાજપ માટે આકરો પડકાર બનવાની છે કારણકે તેની સામે બધી વિરોધી પાર્ટીઓ એકબીજાની સાથે આવવાની તૈયારીમાં છે.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2019ની લોકસભા ચૂંટણી ભાજપ માટે આકરો પડકાર બનવાની છે કારણકે તેની સામે બધી વિરોધી પાર્ટીઓ એકબીજાની સાથે આવવાની તૈયારીમાં છે. જો કે એ એટલુ સરળ નથી પરંતુ બધા વિરોધી દળોની પ્રાથમિકતા હાલમાં ભાજપને હરાવવાની છે અને આ કારણે વિપક્ષી રાજકીય પાર્ટીઓ ભાજપને સત્તામાંથી હટાવવા માટે નવા નવા સમીકરણો બનાવી રહી છે. મહારાષ્ટ્ર પણ આ વાતથી અળગુ નથી. ત્યાં પણ એનડીએ સરકારને હરાવવા માટેની રણનીતિ બનાવવામાં આવી રહી છે.

શરદ પવારનું મોટુ એલાન

શરદ પવારનું મોટુ એલાન

અહીં સત્તારુઢ ભાજપ સામે કોંગ્રેસ અને એનસીપીએ હાથ મિલાવી લીધો છે. એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યુ છે કે 2019 લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે મહાગઠબંધન થશે. તેમણે કહ્યુ કે મહાગઠબંધન 2019ની લોકસભા ચૂંટણી માટે છે જેમાં મજબૂત સ્થાનિક દળોને સીટની વહેંચણીમાં મોટી ભાગીદારી મળવાની સંભાવના છે. પવારે પૂર્વી મહારાષ્ટ્રના ગોંદિયામાં કોંગ્રેસ અને રાકાંપા કાર્યકર્તાઓ સાથે બેઠક કર્યા બાદ મરાઠી ભાષમાં પોતાના અધિકૃત ટ્વિટર અકાઉન્ટ પર આ એલાન કર્યુ છે.

જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં છેલ્લો નિર્ણય

જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં છેલ્લો નિર્ણય

હાલમાં કોંગ્રેસ અને એનસીપીમાં સીટોની વહેંચણી અંગે પ્લાનિંગ થઈ રહ્યુ છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ સીટોની વહેંચણી અંગે તૈયાર કરવામાં આવેલ ડ્રાફ્ટ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એનસીપીના અધ્યક્ષ શરદ પવારને સોંપી દીધો છે. હવે આ બંને નેતાઓને જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં છેલ્લો નિર્ણય સંભળાવવાનો છે.

ભાજપ માટે પડકાર

ભાજપ માટે પડકાર

મહારાષ્ટ્ર્માં લોકસભાની 48 સીટો માટે કોંગ્રેસે એનસીપી સાથે ગઠબંધન કરી લીધુ છે. મીડિયા સૂત્રો કહી રહ્યા છે કે આ ગઠબંધનમાં પ્રકાશ આંબેડકરની પાર્ટી, સીપીઆઈ અને સીપીએમ, સમાજવાદી પાર્ટી અને ભાઈ પાટિલની વીડબ્લ્યુપી પણ શામેલ થઈ શકે છે. ગઈ લોકસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધને 48માંતઈ 40 પર જીત મેળવી હતી. ભાજપને 22 જ્યારે શિવસેનાને 18 સીટો મળી હતી. કોંગ્રેસ માત્ર બે સીટ અને એનસીપી પાંચ સીટો જીતી હતી.

ભાજપ-શિવસેના વિ. કોંગ્રેસ-એનસીપી

ભાજપ-શિવસેના વિ. કોંગ્રેસ-એનસીપી

પરંતુ આજે સ્થિતિ બદલાયેલી છે. એવામાં ભાજપ-શિવસેના ગઠબંધનનો કોંગ્રેસ-એનસીપી સામે આકરો પડકાર મળી શકે છે. ભાજપ અને શિવસેનાના સંબંધોમાં પણ તનાતની જોવા મળી રહી છે. જે રીતે શિવસેના ભાજપ પર આકરા પ્રહાર કરી રહી છે તેનાથી લાગતુ નથી કે એકબીજા વચ્ચે બધુ ઠીક છે. એવામાં મહાગઠબંધન નિશ્ચિત રીતે ભાજપ માટે મુશ્કેલી વધારી શકે છે.

આ પણ વાંચોઃ ઈન્ડોનેશિયા સુનામીઃ જ્વાળામુખી ફાટવાને કારણે થયો વિનાશ, 281 લોકોના મોતઆ પણ વાંચોઃ ઈન્ડોનેશિયા સુનામીઃ જ્વાળામુખી ફાટવાને કારણે થયો વિનાશ, 281 લોકોના મોત

English summary
The Nationalist Congress Party and Congress will contest the Lok Sabha elections next year along with Peasants and Workers Party of India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X