મહારાષ્ટ્રમાં એનસીપી- કોંગ્રેસ સરકાર બનાવવા માટે તૈયારઃ પૃથ્વીરાજ ચૌહાણ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં નવી સરકાર ગઠનના મુદ્દે બુધવારે દિલ્હીમાં કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ વચ્ચે બેઠક મળી. બેઠક બાદ એનસીપી નેતા અને કોંગ્રેસે એક સંયુક્ત પ્રેસ કોન્ફ્રેન્સને સંબોધિત કરી. મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસી નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે, બંને પાર્ટીઓના નેતાઓ વચ્ચે મળેલ બેઠક સકારાત્મક રહી. આ દરમિયાન મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન ખતમ કરવા પર ચર્ચા થઈ. તેમણે કહ્યું કે હજી નવી સરકારના ગઠનને લઈ કેટલીક વાતો થવી બાકી છે. પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં એનસીપી-કોંગ્રેસ અને શિવસેનાની સરકાર બનશે.
શરદ પવારના ઘરે મળેલ બેઠક બાદ પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ચાલી રહેલ અસ્થિરતા અને સરકાર ગઠનને લઈ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે લાંબી વાત થઈ. હજી આ મામલે વાત ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં એક સ્થિર સરકાર જોઈએ. પાછલા 20 દિવસોથી રાજ્યમાં અસ્થિરતા ચાલી રહી છે. હજી અમુક વાતો થવી બાકી છે, જેના પર આજ કાં કાલ સુધીમાં વાત થઈ જશે. કેટલાક મુદ્દાઓ પર વાતચીત ચાલુ રહેશે. સરકાર ગઠનને લઈ જલદી જ કોઈ નિર્ણય પર પહોંચવામાં આવશે.
જ્યારે એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટીએ (એનસીપી, કોંગ્રેસ અને શિવસેના) જલદી જ સરકાર બનાવવાને લઈ ઠોસ નિર્ણય પર પહોંચશે. જણાવી દઈએ કે શરદ પવારના ઘરે યોજાયેલ આ બેઠકમાં એનસીપી નેતા સુપ્રિયા સુલે, છગન ભુજબળ, અજીત પવાર અને નવાબ મલિક હાજર હતા. જ્યારે કોંગ્રેસ તરફથી અહમદ પટેલ, કેસી વેણુગોપાલ, પૃથ્વીરાજ ચૌહાણ, બાલાસાહેબ થોરાટ, જયરામ રમેશ સહિત અન્ય નેતા હાજર હતા.
મહારાષ્ટ્રમાં શિવસેના સાથેના ગઠબંધનને સોનિયા ગાંધીની લીલી ઝંડી