For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીકેરથી ઈન્દ્રધનુષ સુધી, સસ્તી હેલ્થકેરની ખાતરી કરવા મોદી સરકાર છે પ્રતિબદ્ધ

જાણો, સ્વાસ્થ્ય સુધારવા સરકારે કેવાં પગલાં ભર્યાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતમાં હેલ્થકેર સિસ્ટમને ધળમૂળથી પરિવર્તિત કરવા માટે મોદીની આગેવાની વાળી એનડીએ સરકારે કેટલીક પહેલ કરી છે. નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન અંતર્ગત મોદી સરકારે વધુમાં વધુ લોકોને હેલ્થ ઈન્સ્યોરન્સ કવરમાં લાવવા માટે પ્રયાસો કરી રહી છે. દુનિયાની સૌથી મોટી હેલ્થકેર તરીકે જોવામાં આવતી મોદીકેરનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના 5 લાખ પરિવાર એટલે કે 100 મિલિયન કરતા પણ વધુ નાગરિકોનેહેલ્થ ઈન્સ્યોરન્સ પૂરો પાડવાનો છે.

આ પણ વાંચો- GSTની અસરઃ LED બલ્બ થયા સસ્તા, હજારો મેગાવોટ વીજળીની બચત પણ થઈ

ઉપરાંત સરકારે રોગચાળો નાબૂદ કરવા માટે મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત 528 જિલ્લામાં 3.15 કરોડ બાળકો અને 80 લાખ પ્રેગ્નન્ટ મહિલાઓના રસીકરણનું મોટું અભિયાન શરૂ કર્યું છે. તાજેતરમાં જ સરકારે આયુષ્માન ભારત (નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન) લૉન્ચ કર્યું છે. આયુષ્માન ભારત દ્વારા એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે સમાજના છેવાળાના માનવી સુધી હેલ્થકેર સ્કીમનો લાભ પહોંચી શકે.

modicare

મોદી કેરની મુખ્ય વિશેષતાઓ

  • પરિવારના સભ્યોની સંખ્યા, ઉંમર કે જાતિ બાબતે કોઈ પ્રતિબંધો નથી.
  • SECC ડેટાબેઝમાં હાજરપાત્ર તમામ લાયક પરિવારોને આપમેળે આવરી લેવામાં આવ્યા છે.
  • મેડિકલ સારવાર લેવામાં આવે તો તેવી સ્થિતિમાં પરિવારે રૂપિયા ચૂકવવાની જરૂર નથી.
  • પૉલિસીના પહેલા દિવસથી જ બધી પૂર્વ અસ્તિત્વમાંની શરતો આવરી લેવામાં આવી છે.
  • લાભોના આવરણમાં હોસ્પિટલાઇઝેશન પહેલા અને પછીનો ખર્ચ આવરી લેવામાં આવ્યો છે.
  • દેશભરના કોઈપણ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તમે મફતમાં સારવાર કરાવી શકો છો.
  • હોસ્પિટલમાં સારવાર લેતા પહેલા તમને ઉપલબ્ધ કરાવેલ આઈડી કાર્ડ દેખાડવું પડશે.

English summary
From 'Modicare' to Indradhanush, NDA govt committed to ensuring affordable healthcare for all.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X