For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એનડીએ લોકસભાની ચૂંટણી માટે તૈયાર છે: ભાજપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 મે: ભાજપની સંસદીય દળની બેઠક મંગળવારે દિલ્હીમાં પુરી થયા બાદ પાર્ટીએ કહ્યું હતું કે તે 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે તૈયાર છે. ભાજપે કહ્યું હતું કે યુપીએ-2ની સરકાર દરેક મોરચે નિષ્ફળ રહી છે.

પ્રથમ વાર સંસદીય દળની બેઠકમાં ભાગ લઇ રહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમને કહ્યું હતું કે યુપીએ સરકારની ખામીઓને તે પ્રજાને બતાવશે. તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને જોડવાની સલાહ આપી હતી. પાર્ટીએ વડાપ્રધાન પદના ઉમેદવારને ખાસ મહત્વ ન આપતાં કહ્યું હતું કે આ મુદ્દે યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે.

bjp-parliamentary-board

જાણકારી મુજબ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહ આગામી બે જૂનના રોજ પાર્ટીના જેલ ભરો આંદોલનનું નેતૃત્વ કરશે. રાજનાથ સિંહ કેન્દ્ર સરકારના ભ્રષ્ટાચાર તથા કુશાસન અને ઉત્તર પ્રદેશ સરકારની મુસ્લિમ તુષ્ટિકરણની નિતિ વિરૂદ્ધ આગામી 27 મેના રોજ શરૂ થનાર પાર્ટીના જેલ ભરો આંદોલનનું બે જૂનના રોજ નેતૃત્વ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાર્ટીની સંસદીય બોર્ડની ઉચ્ચ નિર્ણય એકમ છે. રાજનાથ સિંહે પાર્ટી અધ્યક્ષ બન્યા પછી નરેન્દ્ર મોદીને તેમાં સામેલ કર્યા છે. રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળા આ બોર્ડમાં અટલ બિહારી વાજપેય, લાલકૃષ્ણ અડવાણી, સુષમા સ્વરાજ, અરૂણ જેટલી, મુરલી મનોહર જોશી અને નરેન્દ્ર મોદી સહિત 12 સભ્યો છે.

English summary
The parliamentary board of the BJP, which met on Tuesday to chart out the strategy for the 2014 General Elections, said that the decision on prime ministerial candidate will be taken at an appropriate time later.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X