ઓપિનિયન પોલઃ પહેલી વાર ઐતિહાસિક આંકડાંથી હારશે કોંગ્રેસ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 એપ્રિલઃ એનડીટીવી અને હંસા રિસર્ચ ગ્રુપે દેશનો સૌથી મોટો ઓપિનિયન પોલ કરાવ્યોછે. કુલ 543 બેઠકો પર ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને 230થી 275 જેટલી બેઠકો મળવાનો અનુમાન છે, તો કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએને 111થી 128 બેઠકો મળશે તેવું જોવા મળી રહ્યું છે. પક્ષોની વાત કરવામા આવે તો ભાજપને 196થી 226 અને કોંગ્રેસને 92થી 106 બેઠકો મળશે તેવું સર્વેમાં જોવા મળ્યું છે.

એનડીટીવી માટે હંસા રિસર્ચ તરફથી કરવામાં આવેલા સર્વે અનુસાર 16મી વિધાનસબામાં ભાજપને 34.5 ટકા મતો મળશે જ્યારે કોંગ્રેસને 25.6 ટકા મતોથી જ સંતોષ કરવો પડશે.

ઓપિનિયન પોલમા ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકોમાંથી ભાજપને 50 કરતા વધુ બેઠકો મળી શકે છે. ભાજપને 2009માં લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં માત્ર 10 બેઠકો મળી હતી. સર્વે અનુસાર લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 5 બેઠકો જીતી શકે છે. તેને 2009માં 21 બેઠકો મળી હતી. ગઇ ચૂંટણીમાં 23 બેઠકો હાંસલ કરનારી સમાજવાદી પાર્ટીને માત્ર 14 અને બહુજન સમાજ પાર્ટીને 10 બેઠકો મળશે. ગત ચૂંટણીમાં બસપાને 20 બેઠકો મળી હતી.

આ સર્વેમાં 350થી વધુ લોકસભા બેઠકોમાં બે લાખથી વધુ લોકોના સેંપલ લેવામાં આવ્યા છે. આ ફેઝમાં બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઓડિશા. આસામ, ગુજરાત, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કેરળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તેંલગણા અને તમિળનાડુની બેઠકો પર કરવામાં આવેલો સર્વે અહી તસવીરો થકી જણાવવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશમાં ભાજપને 51(+41), સપા 14(-9), બીએસપી10(-10), કોંગ્રેસ 5(-21) બેઠકો મળવાની સંભાવના છે.

બિહાર

બિહાર

બિહારમાં ભાજપને 24(+12), આરજેડીને 12(+6) અને જેડીયુને 4(-16) બેઠકો મળી શકે છે.

આસામ

આસામ

આસામમાં કોંગ્રેસને 9(+2), ભાજપને 5(+1) અને એજીપીને 0 બેઠક મળે તેવો અનુમાન છે.

તમિળનાડુ

તમિળનાડુ

તમિળનાડુમાં AIADMKને 22(+13), ડીએમકે 14(-5), ભાજપને 3(+2) બેઠકો મળી શકે છે.

આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશમાં ટીડીપીને 15(+11), વાઇએસઆરસી 9(+9), કોંગ્રેસને 1(-20) બેઠકો મળવાની સંભાવના છે.

તેલંગણા

તેલંગણા

તેલણગામાં ટીઆરએસને 8(+6), કોંગ્રેસ 5(-7), ભાજપે 3(+1), અન્યને 1 બેઠક મળી શકે છે.

ઝારખંડ

ઝારખંડ

ઝારખંડમાં ભાજપને 12(+4), કોંગ્રેસ 2(-1) બેઠકો મળવાની સંભાવના છે.

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળમાં ટીએમસીને 33(+11), લેફ્ટ 8(-7), કોંગ્રેસ 4(-2) બેઠકો મળી શકે છે.

દિલ્હી

દિલ્હી

દિલ્હીમાં ભાજપને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. ભાજપને 6(+6) કોંગ્રેસ 0(-7) અને આમ આદમી પાર્ટીને 1 બેઠક મળી શકે છે.

ઓડિશા

ઓડિશા

ઓડિશામાં બીજેડીને 13(-1) જ્યારે ભાજપને 7(+7) અને કોંગ્રેસને 1(-5) બેઠકો મળવાનો અનુમાન છે.

કેરળ

કેરળ

કેરળમાં એલડીએફને 12(+8) અને યુડીએફને 8(-8) બેઠક મળી શકે છે.

કર્ણાટક

કર્ણાટક

કર્ણાટકમાં કોંગ્રેસને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસને 14(+8), ભાજપ 12(-7), જેડીએસ 2(-1) બેઠક મળી શકે છે.

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશમાં ભાજપને 26(+10), કોંગ્રેસને 3(-9), બસપાને 0 બેઠક મળવાનો અનુમાન છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ભાજપને 37(+17), કોંગ્રેસને 9(-16), એમએનએસને 1 તથા અન્યને 1 બેઠક મળે તેવી સંભાવના છે.

ગુજરાત

ગુજરાત

ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપને 22(+7) અને કોંગ્રેસને 4(-7) બેઠકો મળે તેવી સંભાવના છે.

હરિયાણા

હરિયાણા

હરિયાણામાં ભાજપને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. ભાજપને 6(+5), કોંગ્રેસને 2(-7), આઇએનએલડી2(+2) આપ 0 બેઠકો મળે તેવી સંભાવના છે. મતદાતાઓની વાત કરવામાં આવે તો કોંગ્રેસની તરફેણમાં 32 ટકા, કોંગ્રેસ 30 ટકા અને આઇએનએલડીની તરફેણમાં 28 ટકા મતો છે.

રાજસ્થાન

રાજસ્થાન

રાજસ્થાનમાં કોંગ્રેસને ઘણું નુક્સાન થઇ શકે છે. કોંગ્રેસને 25 બેઠકોમાંથી 3(નુક્સાન 17 બેઠકોનું) ભાજપને 21(+17) અન્યને એક બેઠક મળવાની સંભાવના છે.

પંજાબ

પંજાબ

પંજાબમાં કોંગ્રેસને નુક્સાન થવાની સંભાવના છે. પંજાબમાં કોંગ્રેસને 6(-2) જ્યારે એસએડી 7(+2)નું અનુમાન છે. મતોની વાત કરવામાં આવે તો કોંગ્રેસને 44 ટકા અને એસએડીને 45 ટકા મત મળવાની સંભાવના છે.

English summary
NDTV's latest opinion poll shows the BJP and its allies collecting 275 seats, three more than needed to form the government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X