For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહતના સમાચારઃ 4 દિવસથી કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધી

દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 13 હજારને પાર કરી ગયો છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધી 1749 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 13 હજારને પાર કરી ગયો છે. આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ અત્યાર સુધી 13387 દર્દીઓની પુષ્ટિ થઈ છે જેમાં 437 લોકોના મોત થઈ ચૂક્યા છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધી 1749 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. છેલ્લા 4 દિવસમાં કોરોના સંક્રમિત દર્દીઓના સ્વસ્થ થવાની સંખ્યામાં ડપથી વધારો થઈ રહ્યો છે. દર્દીઓના સ્વસ્થ થવાનો આંકડો આઠ ટકાથી વધીને લગભગ 13 ટકા થઈ ગયો છે.

24 કલાકમાં સ્વસ્થ થયા કોરોનાના 260 દર્દી

24 કલાકમાં સ્વસ્થ થયા કોરોનાના 260 દર્દી

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના સ્વસ્થ થવાના દરમાં છેલ્લા ચાર દિવસમાં વધારો જોવા મળ્યો છે અને આ શુક્રવારે 13.6 ટકા થઈ ગયો. કોરોનાથી સ્વસ્થ થવાનો આ દર ગુરુવારે 12.2 ટકા, બુધવારે 11.41 ટકા અને મંગળવારે 9.99 ટકા હતો. કોરોનાથી રિકવરીમાં જો આ જ રીતે વધારો થતો રહ્યો તો આ એક રીતન શુભ સંકેત છે. છેલ્લા 24 કલાકમાં ખતરનાક કોરોના વાયરસથી કોવિડ-19 મહામારીથી 260 લોકો સંપૂર્ણપે સ્વસ્થ થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધી 1749 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

સ્વસ્થ થનાર લોકોની સંખ્યા 8%થી વધીને 13% થઈ ગઈ

સ્વસ્થ થનાર લોકોની સંખ્યા 8%થી વધીને 13% થઈ ગઈ

ગયા શનિવારે દેશમાં કુલ 7,447 કોરોના વાયરસના કેસોમાં 642 લોકો સ્વસ્થ થયા હતા. સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો લગભગ 8% હતો. એક અઠવાડિયા બાદ સ્વસ્થ થનારની સંખ્યા 8%થી વધીને 13% થઈ ગઈ છે. કોરોના વાયરસથી રિકવરીના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. જો કે કોરોના સંક્રમણનાકેસ પણ અહીં સૌથી વધુ હતા. રાજ્યમાં 3000થી વધુ કોરોના કેસ છે તેમાંથી 300 રોગી સ્વસ્થ થઈને ઘરે જઈ ચૂક્યા છે. કોરોના વાયરસથી બહાર નીકળનાર રોગીઓની બીજી મોટી સંખ્યા કેરળમાં છે. જ્યાં અત્યાર સુધી 245 દર્દી સ્વસ્થ થયા છે. વળી, તેલંગાનામાં 186 અને તમિલનાડુમાં 180 દર્દી સ્વસ્થ થઈને ઘરે મોકલવામાં આવી ચૂક્યા છે.

ગુરુવારે 183 લોકો આ બિમારીથી સ્વસ્થ થયા હતા

ગુરુવારે 183 લોકો આ બિમારીથી સ્વસ્થ થયા હતા

આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ આંકડાની માનીએ તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં 260 લોકોની કોરોના વાયરસથી રિકવરી અત્યાર સુધીની સૌથી મોટી રિકવરી છે. ગુરુવારે 183 લોકો આ બિમારીથી સ્વસ્થ થયા હતા. શુક્રવારે જારી આંકડાઓ મુજબ કોરોના વાયરસ સામે જંગમાં અત્યાર સુધી 1748 લોકો જીત મેળવી ચૂક્યા છે અને તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ચૂક્યા છે. રાજસ્થાન, પંજાબ અને બિહાર જેવા રાજ્યોએ કોરોના વાયરસની વધતી ગતિને ઘટાડવા અમુક હદે કામ કર્યુ છે. બિહારમાં કોરોના વાયરસથી જ્યાં અત્યારે એક મોત થયુ છે ત્યાં રાજસ્થાનમાં ત્રણ મોત થયા છે. અહીં અત્યાર સુધી આ સંક્રમણથી 164 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ લૉકડાઉન વિશે વધુ એક ગાઈડલાઈન, હવે આ ક્ષેત્રોમાં પણ સરકારે આપી છૂટઆ પણ વાંચોઃ લૉકડાઉન વિશે વધુ એક ગાઈડલાઈન, હવે આ ક્ષેત્રોમાં પણ સરકારે આપી છૂટ

English summary
Nearly 13 percent of coronavirus patients recover across India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X