For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NEET 2017 : સુપ્રીમ કોર્ટે કહ્યું CBSE જાહેર કરે પરિણામ

સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય માધ્યમિક શાળા બોર્ડ એટલે કે CBSEને આદેશ કર્યો છે કે તે નેશનલ એલિઝિબિલેટ એન્ડ એન્ટ્રસ ટેસ્ટ એટલે કે NEETના પરિણામને જાહેર જલ્દી જ જાહેર કરે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય માધ્યમિક શાળા બોર્ડને આદેશ કર્યો છે કે તે નેશનલ એલિઝિબિલેટ એન્ડ એન્ટ્રસ ટેસ્ટ એટલે કે NEETના પરિણામને જાહેર કરે. કોર્ટેના આ આદેશ પછી સીબીએસઇ MBBS અને BDS કોર્સના પરિણામ પણ જાહેર કરી શકે છે. જો કે પરિણામ જાહેર કરવાની તારીખ CBSE નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા વર્ષ 2017માં નીટની પરીક્ષાના પરિણામોને લઇને સીબીએસઇ સુપ્રીમ કોર્ટમાં ગયું હતું. સીબીએસઇ એ સુપ્રીમ કોર્ટમાં મદ્રાસ હાઇકોર્ટના એક નિર્ણય અંગે અરજી કરી હતી અને ન્યાયની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે પહેલા મદ્રાસ હાઇકોર્ટે આ પરિણામો પર સ્ટે લગાવ્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે પરિણામ જાહેર કરવા માટે મંજૂરી આપી દીધી છે. સોમવારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે SC, CBSE એ NEET 2017ના પરિણામ જાહેર કરે. અને આ સાથે જ તેણે મદ્રાસ હાઇકોર્ટનો સ્ટે ફગાવ્યો હતો.

delhi

ઉલ્લેખનીય છે કે નો લાખ જેટલા વિદ્યાર્થીઓએ નીટની અંગ્રેજીની પરીક્ષા આપી હતી. અને 1.5 લાખ વિદ્યાર્થીઓએ હિન્દીમાં તો અન્ય ભાષાઓ જેમકે ગુજરાતીમાં પણ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી. જેમાં હિન્દી અને અંગ્રેજીનું પેપર જ્યાં એક જેવું હતું ત્યાં જ લીક ન થવાની બીકે અન્ય ભાષાઓના નીટના પેપર અલગ અલગ હતા. જે પર વાલીઓએ વિરોધ દર્શાવ્યો હતો. અને આ કારણે જ મદ્રાસ હાઇકોર્ટે તેની પર સ્ટે મૂક્યો હતો. પણ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે ઉઠી જતા આવનારા સમયમાં સીબીએસઇ તેના પરિણામોની તારીખ જાહેર કરીને પરિણામો જાહેર કરશે.

English summary
NEET 2017: SC allows CBSE to declare results.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X