NEET-JEE Exam: આજે સુપ્રીમ કોર્ટમાં થશે મહત્વની સુનાવણી, આ 6 રાજ્યો કરી રહ્યા છે વિરોધ
આજે એક વાર ફરીથી સુપ્રીમ કોર્ટમાં નીટ-જેઈઈ પરીક્ષા કેસની પુનર્વિચાર અરજી પર સુનાવણી થશે.
નવી દિલ્લીઃ NEET-JEE Exam માટે રાજ્યો બે જૂથમાં વહેંચાઈ ગયા છે. એક જૂથ આ પરીક્ષાના પક્ષમાં છે જ્યારે બીજુ જૂથ આનો વિરોધ કરી રહ્યુ છે. આ પરીક્ષા માટે આજે એક વાર ફરીથી સુપ્રીમ કોર્ટમાં કેસની પુનર્વિચાર અરજી પર સુનાવણી થશે. દેશની સર્વોચ્ચ અદાલતમાં આજે નીટ અને જેઈઈની પરીક્ષામાં સમીક્ષા અરજી પર સુનાવણી થશે. દેશના 6 રાજ્યોએ સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરી છે અને નીટ તેમજ જેઈઈ પરીક્ષા માટે અરજી દાખલ કરી.

તમને જણાવી દઈએ કે અરજી દાખલ કરનાર રાજ્યોમાં પંજાબ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર શામેલ છે. આ રાજ્યોએ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરીને નીટ-જેઈઈ પરીક્ષાના આયોજન પર ચિંતા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી(NTA) નીટ અને જેઈઈ પરીક્ષાઓનુ આયોજન કરે છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી જેઈઈ પરીક્ષાનુ આયોજન 1થી 6 સપ્ટેમ્બર સુધી કરી રહી છે જ્યારે નીટ પરીક્ષાઓનુ આયોજન 13 સપ્ટેમ્બરે થશે.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ બી આર ગવઈ અને ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારીની ખંડપીઠ આ પુનર્વિચાર અરજી પર વિચાર કરશે. તમને જણાવી દઈએ કે સર્વોચ્ચ અદાલતે 17 ઓગસ્ટના પોતાના આદેશમાં પરીક્ષાઓના આયોજનને લીલી ઝંડી આપી દીધી હતી ત્યારબાદ આ રાજકીય મુદ્દો બની ગયો. બિન-ભાજપ રાજ્યોએ આના પર પુનર્વિચાર માટે અરજી દાખલ કરી છે.












Click it and Unblock the Notifications
