For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ NEETની પરીક્ષા ટાળવા માટે કરી માંગ, કહ્યુ - છાત્રોના સંકટને લઈને કેન્દ્રની આંખો બંધ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નીટની પરીક્ષાને લઈને પ્રહાર કરીને તેને ટાળવાની માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નીટની પરીક્ષાને લઈને પ્રહાર કરીને તેને ટાળવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ કે ભારત સરકારે છાત્રોના સંકટને લઈને આંખો બંધ કરી દીધી છે. નીટની પરીક્ષાને ટાળવામાં આવે અને છાત્રોને યોગ્ય મોકો આપવામાં આપવામાં આવે. તમને જણાવી દઈએ કે આ પહેલા સુપ્રીમ કોર્ટમાં નીટની પરીક્ષાને રદ કરવાની અરજી દાખલ કરવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે તેને ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે નીટની પરીક્ષા 12 સપ્ટેમ્બરે થવાની છે અને છાત્રોનો એક સમૂહ તેને રદ કરવાની માંગ કરી રહ્યો છે.

rahul gandhi

અરજી પર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે અભ્યર્થીઓને કહ્યુ કે તે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસે ઑપ્ટ આઉટ વિકલ્પની અપીલ કરી શકે છે. સાથે કોર્ટે એનટીએને કહ્યુ કે તે છાત્રોની સમસ્યાનુ યોગ્ય નિરાકરણ કરે. જસ્ટીસ એએમ ખાનવિલકર ઋષિકેશ રૉય અને સીટી રવિ કુમારની પીઠે આ કેસની સુનાવણી કરી. પીઠે કહ્યુ કે આ પરીક્ષામાં ભાગ લેવા માટે 16 લાખ છાત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે માટે જો પરીક્ષા રદ કરવામાં આવે તો આનાથી લાખો છાત્રો પ્રભાવિત થશે અને સાથે બીજી પરીક્ષા સાથે તારીખનો ટકરાવ પણ થઈ શકે છે.

વાસ્તવમાં, જે છાત્રો નીટની પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે તેમનુ કહેવુ છે કે સીબીએસઈનુ ફિઝિક્સનુ પેપર 9 સપ્ટેમ્બરના રોજ ઓરિસ્સાના જેઈઈની સાથે છે. વળી, નીટની પરીક્ષા 12 સપ્ટેમ્બરે થવાની છે. છાત્રોનુ કહેવુ છે કે આ પહેલા NTAએ જેઈઈ સત્ર 4ની પરીક્ષાને સ્થગિત કરી હતી માટે નીટ વિશે NTAએ એ રીતના નિર્દેશ જાહેર કરવા જોઈએ. કોર્ટે કહ્યુ કે જે છાત્રો પરીક્ષાની તૈયારી દિવસ-રાત કરી રહ્યા છે તેમના માટે સ્થગિત કરવાથી મુશ્કેલી થઈ શકે છે.

English summary
NEET exam should be postponed demands Rahul Gandhi says Government of India is blind to student's distress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X