NEET-JEE Exam 2020: શિક્ષણ મંત્રી સમર્થનમાં, કહ્યુ - છાત્ર અને માતાપિતા ઈચ્છે છે પરીક્ષા યોજાય
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકાર દ્વારા નીટ(રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા) અને જેઈઈ(સંયુક્ત પ્રવેશ પરીક્ષા) પરીક્ષા 2020ને કરાવવાનો વિરોધ સતત વધી રહ્યો છે. રાજનેતાઓ સાથે-સાથે છાત્ર પણ કોરોના વાયરસ(કોવિડ-19) દરમિયાન પરીક્ષાઓના આયોજનને ખોટુ ગણાવી રહ્યા છે. ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ અંગે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે પરીક્ષાઓનુ આયોજન અત્યારે કરાવવામાં ન આવે. આ દરમિયાન શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે પરીક્ષા કરાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયનુ સમર્થન કર્યુ છે.

અમે છાત્રો અને માતાપિતાના સતત દબાણમાં છીએ
તેમનુ કહેવુ છે કે છાત્ર અને તેમના માતાપિતા ખુદ એ ઈચ્છે છે કે પરીક્ષા થાય. નિશંકે ડીડી ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે જેઈઈમાં બેસનાર 80 ટકા છાત્રોએ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે. શિક્ષણ મંત્રીએ કહ્યુ, 'અમે છાત્રો અને માતાપિતાના સતત દબાણમાં છીએ. તે પૂછી રહ્યા છે કે જેઈઈ અને નીટની મંજૂરી કેમ નથી આપવામાં આવી રહી. છાત્ર ઘણા ચિંતામાં હતા. પોતાના દિમાગમાં તે વિચારી રહ્યા છે કે તેમને હજુ કેટલા સમય સુધી વાંચતા રહેવુ પડશે?'

પરીક્ષા આપનાર છાત્રો માટે દિશાનિર્દેશ
શિક્ષણ મંત્રીએ આગળ કહ્યુ, 'જેઈઈ માટે રજિસ્ટર કરનાર 8.58 લાખ છાત્રોમાંથી 7.25 લાખે પોતાના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે. તેમની સુરક્ષા શિક્ષણથી પહેલા આવે છે.' સ્કૂલોને ફરીથી ખોલવાના સવાલ પર નિશંકે કહ્યુ કે આરોગ્ય મંત્રાલય અને ગૃહ મંત્રાલયના દિશાનિર્દેશોને ધ્યાનમાં રાખીને આના પર નિર્ણય લેવામાં આવશે. કોરોના વાયરસના સંક્રમણના ખતરાને ઘટાડવા માટે જેઈઈ અને નીટ પરીક્ષામાં બેસનાર છાત્રોને માસ્ક પહેરીને આવવુ પડશે અને હાથમાં ગ્લવ્ઝ પહેરવા પડશે. આ સાથે જ તેમણે પોતાની સાથે પાણીની એક બોટલ અને સેનિટાઈઝર પણ પરીક્ષા કેન્દ્રમાં લાવવુ પડશે.

છાત્રોની થર્મલ સ્ક્રીનિંગ કરાશે
શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યુ કે પરીક્ષામાં આવતા પહેલા છાત્રોની થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. દરેક પરીક્ષા કેન્દ્રમાં એ બાળકો માટે અલગથી આઈસોલેશન રૂમ હશે જેમનુ તાપમાન વધુ હશે અને એવુ લાગી રહ્યુ હોય કે તેમને તાવ છે. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસના કેસ 32 લાખનો આંકડો પાર કરી ચૂક્યા છે. દેશમાં કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા વધીને 32,34,475 થઈ ગઈ છે જેમાં 7,07,267 સક્રિય કેસ, 24,67,759 રિકવર/ડિસ્ચાર્જ/માઈગ્રન્ટ અને 59,449 મોત શામેલ છેઃ
કેન્દ્ર સરકારના કડક લૉકડાઉનના કારણે દેશનુ અર્થતંત્ર મુશ્કેલીમાંઃ સુપ્રીમ કોર્ટ