For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં ડોક્ટર્સની બેદરકારીએ 60 લોકોની દ્રષ્ટિ છીનવી

|
Google Oneindia Gujarati News

અમૃતસર, 5 ડિસેમ્બર : ડોક્ટર્સની બેદરકારીને પગલે પંજાબના ગુરુદાસપુર જિલ્લાની એક હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવનારા 60 લોકોની દ્રષ્ટિ કાયમ માટે જતી રહી છે. ગુરુદાસપુર જિલ્લાની એક હોસ્પિટલમાં એક એનજીઓ દ્વારા મોતિયાના ઓપરેશન કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુ.

punjab

આ 60 લોકોમાં અમૃતસરના એક ગામની 16 વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. કાયમ માટે લોકોના જીવનમાં અંધારુ ઘોળનારા આ ઓપરેશન કેમ્પ સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે.

આ અંગે અમૃતસરના પોલીસ અધિકારી રવિ ભગતે જણાવ્યું છે કે અમૃતસરના 16 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો ઇલાજ આસિસ્ટન્ટ પ્રોફેસર કરમજીત સિંહ કરી રહ્યા હતા. આ ઇલાજ બાદ તમામ દર્દીઓએ પોતાની દ્રષ્ટિ ગુમાવી છે.

ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
રવિ ભગતે જણાવ્યું કે આ ગંભીર કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ઓપરેશન કેમ્પમાં સામેલ તમામ ડોક્ટર્સ સામે તપાસના આદેશ આપવામા્ં આવ્યા છે. અમૃતસરના સિવિલ સર્જન રાજીવ ભલ્લાનું કહેવું છે કે આ તમામ દર્દીઓને ધૂમણ ગામની હોસ્પિટલમાં નોંધણી કરાવવામાં આવી હતી. 10 દિવસ પહેલા શરૂ થયેલા કેમ્પમાં તમામ દર્દીઓનું ઓપરેશન કરાવવા માટે નોંધણી કરવામાં આવી હતી.

નિયમોનું ઉલ્લંઘન કરાયું
આ તમામ લોકોએ પોતાની ફરિયાદ પોલીસમાં નોંધાવ્યા બાદ આ કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એનજીઓ અને ડૉક્ટર્સ સામે કેસ નોંધવામાં આવ્યો છે. ભલ્લાએ જણાવ્યું કે દર્દીઓનું ઓપરેશન અત્યંત ગંદી જગ્યાએ કરવામાં આવ્યું હતું, જે ઓપરેશન થિયેટરમાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું તે અત્યંત ગંદુ અને બિનઆરોગ્યપ્રદ હતું. આ ઉપરાંત આ કેમ્પના આયોજન માટે પણ કોઇ પરવાનગી લેવામાં આવી ન હતી.

English summary
Negligence of doctors in Punjab took back vision of 60 people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X