For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવા જોઇતા હતા?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 નવેમ્બર: કોંગ્રેસે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરુની 125મી વર્ષગાંઠ દિલ્હીમાં ઊજવી. જેના ભાગરૂપે એક ખાસ પાર્ટીનું આયોજન 17-18 નવેમ્બરના રોજ નેહરુના વારસા વિજ્ઞાન ભવન ખાતે રાખવામાં આવ્યું છે.

દેશ-દુનિયામાંથી ઘણા બધા દિગ્ગજ રાજનેતાઓ, નેતાઓને આ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે વિદેશી રાજનેતાઓ અને ડેલિગેશન્સને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

instavaani
જોકે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ નહીં આપવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસે વડાપ્રધાન મોદીને આમંત્રણ નહીં આપવાના કારણમાં અન્ય રાજકીય પક્ષોની નારાજગી અને મીડિયા હાઉસના ઝઘડાને ગણાવ્યું છે.

ઇંસ્ટાવાની ટેકનોલોજી દ્વારા એક સર્વે કરાવવામાં આવ્યો. જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોંગ્રેસે આમંત્રણ આપવું જોઇતું હતું કે નહીં. જેમાં 101 લોકોએ આખા દેશમાંથી વોટીંગ કર્યું અને પોતાના મનની વાત જણાવી. જેમાં 62 ટકા લોકો સ્પષ્ટપણે એવું માને છે કે કોંગ્રેસે વડાપ્રધાનને આમંત્રણ આપવું જોઇતું હતું, જ્યારે 16 ટકા લોકો એવો મત ધરાવે છે કે મોદીને આમંત્રણ ના જ આપવું જોઇએ, જ્યારે 23 ટકા લોકોએ નો ઓપિનિયનમાં મત આપ્યો છે.

આપને શું લાગે છે? શું કોંગ્રેસે વડાપ્રધાનને આ કાર્યક્રમ માટે આમંત્રણ નહીં આપીને યોગ્ય કર્યું? કે પછી કોંગ્રેસે વડાપ્રધાનને આમંત્રણ આપવું જોઇતું હતું? આપ પણ આપનો મત વ્યક્ત કરી શકો છો.

English summary
Congress celebrated former Prime Minister Jawaharlal Nehru's 125th birth anniversary in New Delhi. The party also has organized an international conference on Nehru's legacy at Vigyan Bhavan which will be held on Nov 17-18.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X