For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેસ્લેએ સુપ્રીમ કોર્ટમાં માન્યુ, મેગીમાં હતો આ ‘ઝેરીલો' પદાર્થ

ખાદ્ય ઉત્પાદન બનાવનાર દિગ્ગજ કંપની નેસ્લેએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર્યુ કે તેના ઉત્પાદન મેગીમાં લેડ (સીસુ) હતુ.

|
Google Oneindia Gujarati News

ખાદ્ય ઉત્પાદન બનાવનાર દિગ્ગજ કંપની નેસ્લેએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર્યુ કે તેના ઉત્પાદન મેગીમાં લેડ (સીસુ) હતુ. સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ કેસની સુનાવણીમાં નેસ્લે તરફથી હાજર થયેલા વકીલોએ આ વાત સ્વીકારી છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ત્રણ વર્ષ બાદ રાષ્ટ્રીય ગ્રાહક નિવારણ કમિશન (એનસીડીઆરસી) માં વિલંબાયેલ નેસ્લેના મેગી મામલે કાર્યવાહીની મંજૂરી આપી દીધી છે.

આપણે સીસાવાળા નૂડલ કેમ ખાવા જોઈએ?

આપણે સીસાવાળા નૂડલ કેમ ખાવા જોઈએ?

સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી દરમિયાન નેસ્લે તરફથી હાજર થયેલા વકીલ અભિષેક મનુ સંઘવીએ કહ્યુ કે આમાં નિર્ધારિત માત્રામાં જ સીસુ હતુ. કેસની સુનાવણી કરી રહેલ જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચે નેસ્લેના વકીલને કહ્યુ તેમને સીસાવાળા નૂડલ કેમ ખાવા જોઈએ? તેમણે પહેલા તર્ક આપ્યો હતો કે મેગીમાં સીસાની માત્રા પરમીસિબલ સીમાની અંદર હતી જ્યારે હવે સ્વીકારી રહ્યા છે કે મેગીમાં સીસુ હતુ.

સરકાર વિ. નેસ્લેની લડાઈ ફરીથી એકવાર જોર પકડી શકે છે

સરકાર વિ. નેસ્લેની લડાઈ ફરીથી એકવાર જોર પકડી શકે છે

સુપ્રીમ કોર્ટે કમિશનને કહ્યુ છે કે મેગીના નમૂનાઓ વિશએ મૈસૂર સ્થિત કેન્દ્રીય ખાદ્ય પ્રોદ્યોગિકી સંસ્થાન (સીએફટીઆરઆઈ)ના રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે કોર્ટે કમિશનને કેસની કાર્યવાહી કરવાના આદેશ આપી દીધા છે. કંપનીના વકીલોની આ વાતને સ્વીકાર્યા બાદ સરકાર વિરુદ્ધ નેસ્લેની લડાઈ ફરીથી એકવાર જોર પકડી શકે છે. તમને જણાવી દઈએ કે 2015માં જ ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (એફએસએસઆઈ)એ મેગી નૂડલ્સના નમૂનાઓમાં નક્કી માનકથઈ વધુ સીસુ મળવા પર તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

સરકારે નેસ્લેના ઘણા ઉત્પાદનો નષ્ટ કરી દીધા હતા

સરકારે નેસ્લેના ઘણા ઉત્પાદનો નષ્ટ કરી દીધા હતા

ત્યારબાદ સરકરે નેસ્લેના ઘણા ટન ઉત્પાદન નષ્ટ કરી દીધા હતા. સરકારે આ મામલે થયેલા નુકશાન માટે દંડ માટે 640 કરોજ રૂપિયાની માંગ કરી હતી. સરકારના આ આરોપ પર નેસ્લે ઈન્ડિયાએ ઓક્ટોબર 2015માં વાંધો વ્યક્ત કર્યો હતો. જેને બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધો હતો. નેસ્લેએ આ યાચિકામાં કહ્યુ હતુ કે તેમની મેગીમાં નક્કી માનક મુજબ લેડ છે. ત્યારબાદ નેસ્લે સુપ્રીમ કોર્ટ ગયુ જ્યાં સુપ્રીમ કોર્ટે એનએસડીઆરસી તરફથી કરાઈ રહેલ સુનાવણી પર રોક લગાવી દીધી હતી.

આ પણ વાંચોઃ પીએમ મોદીનો ઈન્ટરવ્યુ લેનાર મહિલા પત્રકાર પર ટિપ્પણી કરી ઘેરાયા રાહુલ, એડિટર્સ ગિલ્ડ ગુસ્સામાંઆ પણ વાંચોઃ પીએમ મોદીનો ઈન્ટરવ્યુ લેનાર મહિલા પત્રકાર પર ટિપ્પણી કરી ઘેરાયા રાહુલ, એડિટર્સ ગિલ્ડ ગુસ્સામાં

English summary
Nestle's lawyers have admitted in Supreme Court toxic elements like lead and MSG are found in Maggi’s sample
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X