For Quick Alerts
For Daily Alerts
વ્યાખ્યાતાઓ માટે NET દ્વારા લાયકાત માપદંડો આકરા બનાવાયા
ગાંધીનગર, 28 ડિસેમ્બર : કોલેજમાં વ્યાખ્યાતા બનવા માટેની આપવામાં આવતી પરીક્ષા નેશનલ એલિજીબિલિટી ટેસ્ટ (નેટ)ના લાયકાત માપદંડો વધારે કડક બનાવવામાં આવ્યા છે. નવા માપદંડ અનુસાર વિષયવાર અને કેટેગરી મુજબ નેટના ટોચના 15 ટકા ઉમેદવારો જ કેટ માટે લાયકાતપાત્ર ગણવામાં આવશે.
આગામી 30 ડિસેમ્બર, 2012ના રોજ યોજાવા જઇ રહેલી નેટ અંગે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ સમગ્ર પ્રક્રિયા અને પરિણામોના માપદંડો જાહેર કર્યા છે. નવા નિયમો અનુસાર ઉમેદવારે દરેક પેપરમાં ઓછામાં ઓછા પાસિંગ માર્ક મેળવવા જરૂરી છે.
યુજીસીના અધિકારીઓના જણાવ્યા અનુસાર મેરિટ લિસ્ટમાં માત્ર એવા જ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે જેમણે દરેક પ્રશ્નપત્રમાં લઘુત્તમ ગુણાંક મેળવ્યા હોય. અંતિમ મેરિટ લિસ્ટ દરેક ઉમેદવારે આપેલી ત્રણ પ્રશ્નપત્રોના પ્રશ્નપત્ર પ્રમાણેના માર્ક મુજબ તૈયાર કરવામાં આવશે. નેટના લાયકાત ધરાવતા ઉમેદવારોના મેરિટમાંથી જ જુનિયર રિસર્ચ ફેલોશિપ (જેઆરએફ) એવોર્ડ માટેની અલગ મેરિટ યાદી આપવામાં આવશે.
આ વખતે દેશમાં 77 કેન્દ્રો પર NETની પરીક્ષા યોજવામાં આવશે. જેમાં 7.8 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. આ પરીક્ષા કુલ 78 વિષયો માટે લેવામાં આવશે.