નાગરિકતા વિશે ઉઠેલા સવાલ પર હવે અક્ષય કુમારે આપ્યુ મોટુ નિવેદન
હાલમાં જ હું લોકસભા ચૂંટણી માટે થયેલા મતદાનમાં અક્ષય કુમારની અનુપસ્થિતિ પર સવાલ ઉઠ્યા હતા. અક્ષયે પહેલી વાર આના પર ખુલીને જવાબ આપ્યો છે. અક્ષયે એક નિવેદનમાં કહ્યુ, 'મે મારી પાસે કેનેડાનો પાસપોર્ટ ન હોવાની વાત નથી કરી, ના કંઈ છૂપાવ્યુ છે. પરંતુ હું ભારતમાં કામ કરુ છુ અને અહીંના બધા ટેક્સ ભરુ છુ.'
આ પણ વાંચોઃ અડધી લોકસભા ચૂંટણી થઈ ચૂકી છે અને પીએમ મોદી ચૂંટણી હારી રહ્યા છેઃ રાહુલ ગાંધી

‘ક્યારેય કંઈ છૂપાવ્યુ નથી કે કેનેડાનો પાસપોર્ટ રાખુ છુ'
અક્ષય કુમારે ટ્વિટર પર એક પોસ્ટ લખીને કહ્યુ કે, ‘મને ખબર નથી પડતી કે લોકોને મારી નાગરિકતા પર કારણ વિના આટલો રસ કેમ છે. વળી, મારી નાગરિકતા પર આટલી નકારાત્મકતા કેમ ફેલાવવામાં આવી રહી છે. મે આ વિશે ક્યારેય કંઈ છૂપાવ્યુ નથી કે મારી પાસે કેનેડાનો પાસપોર્ટ છે.' અક્ષયે લખ્યુ, ‘એ પણ સાચુ છે કે ગયા સાત વર્ષોમાં હું કેનેડા નથી ગયો. હું ભારતમાં કામ કરુ છુ અને ટેક્સ ભારતમાં જ ચૂકવુ છુ. આટલા વર્ષોમાં ક્યારેય ભારત પ્રત્યે પોતાનો પ્રેમ સાબિત કરવાની જરૂર નથી પડી.'
— Akshay Kumar (@akshaykumar) 3 May 2019 |
‘મારી નાગરિકતા મારી પર્સનલ બાબત છે'
અક્ષયે આગળ લખ્યુ કે, ‘હું એ વાતથી ખૂબ નિરાશ છુ કે કારણ વિના મારી નાગરિકતાના વિષયને જબરદસ્તી વિવાદ બનાવવામાં આવી રહી છે. આ એક ખૂબ પર્સનલ, કાયદાકીય અને બિનરાજકીય બાબત છે. હું ભારત માટે જે પણ થોડુ ઘણુ કરી શકુ છુ કરતો રહીશ અને હંમેશા તેને મજબૂત બનાવવાની કોશિશ કરીશ.'

અક્ષયના મત આપવા પર ઉઠ્યા હતા સવાલ
અક્ષયે લોકસભા ચૂંટણી માટે મત નહોતો આપ્યો. જ્યારે અન્ય ઘણા મોટા અભિનેતાઓ અને અભિનેત્રીએ મત આપ્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર અક્ષયની ખેંચવાની ચાલુ થઈ ગઈ હતી કે છેવટે પોતાને આટલો દેશભક્ત બનાવનાર અક્ષય દેશ માટે મતદાન કરવાની જવાબદારી કેમ નથી નિભાવતો. અક્ષય વિશે ઘણા મીમ પણ બનાવવામાં આવ્યા હતા.

મતદાનનો સવાલ ટાળ્યો હતો અક્ષયે
આ ટ્વીટ પહેલા અક્ષય કુમારને એક પત્રકારે પૂછ્યુહતુ કે તેમણે મતદાન કેમ ન કર્યુ તો તે ‘ચલ બેટા' કહીને વાત ટાળી દીધી. અક્ષયના આ જવાબના કારણે તેમની પહેલેથી ખેંચી રહેલા લોકોને વધુ એક મોકો મળી ગયો પરંતુ હવે તેમણે આ વિશે ટ્વીટ કર્યુ છે.