દેશમાં છેલ્લા 24 કલાકમાં 13742 નવા કોરોના કેસ આવ્યા સામે, સપ્ટેમ્બર બાદ પહેલી વાર વધ્યા કેસ
નવી દિલ્લીઃ કોરોના સામે જંગ લડી રહેલ દેશમાં એક વાર ફરીથી વધી રહેલ કોરોના દર્દીઓએ પ્રશાસનની ચિંતા વધારી દીધી છે. ભારતીય આરોગ્ય મંત્રાલયે કહ્યુ છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,742 નવા કેસ સામે આવ્યા બાદ કુલ પૉઝિટીવ દર્દીઓની સંખ્યા 1,10,30,176 થઈ ગઈ છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 104 લોકો મોતના શિકાર બન્યા છે. નવા આંકડા બાદ હાલમાં કુલ મોતની સંખ્યા 1,56,567 થઈ ગઈ છે. હાલમાં દેશમાં સક્રિય કેસ 1,46,907 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની સંખ્યા 1,07,26,702 છે. જ્યારે દેશમાં કુલ 1,21,64,598 લોકોને કોરોના વાયરસની વેક્સીન લાગી ચૂકી છે.
તમને જણાવી દઈએ કે કાલે કોરોના કેસો વધવાનો 9મો દિવસ હતો જ્યારે મોતનો આંકડો પણ ત્રણ દિવસ બાદ 100ને પાર જતો રહ્યો છે. આની પહેલા સપ્ટેમબર 2020માં કોરોનાના કેસ વધવાના સમાચાર આવ્યા હતા અને ત્યારબાદ હવે આ આંકડો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે એક વાર ફરીથી મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને પંજાબમાં કોરોનાના દર્દીઓમાં વધારો થયો છે. જેના કારણે સરકારે બધાને કડકાઈથી કોરોના ગાઈડલાઈન ફોલો કરવાની સલાહ આપી છે. મહારાષ્ટ્રમં એકાએક વધી રહેલા દર્દીઓની સંખ્યા પર રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોને સંબોધિત કરીને ચેતવણી આપી હતી કે થોડી ઢીલાશ પણ કોઈના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે માટે જો કોરોનાથી બચવા માટે બનાવવામાં આવેલી ગાઈડલાઈન્સનુ પાલન લોકો કડકાઈથી નહિ કરે તો રાજ્યમાં લૉકડાઉન સિવાય કોઈ વિકલ્પ નહિ બચે.
કોરોનાના નવા વેરીઅન્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોની મુશ્કેલીઓ વધારી દીધી છે. આ નવો વેરીઅન્ટ પહેલાથી વધુ ખતરનાક છે અને ઝડપથી ફેલાય છે. હવે મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોના વાયરસના બે અન્ય વેરીઅન્ટ વિશે જાણવા મળ્યુ છે. જો કે હજુ સુધી એ વાતના પુરાવા નથી મળ્યા કે બંને રાજ્યોમાં વધતા કેસોના કારણે આ બંને વેરીઅન્ટ જ છે. વર્તમાન સમયમાં કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના કેસ દેશના કુલ સક્રિય કેસના 75 ટકા છે. અત્યારે જે વેરીઅન્ટ મળ્યા છે તેની ઓળખ N440K અને E484K તરીકે કરવામાં આવી છે. આ બે વેરીઅન્ટનો એક કેસ તેલંગાનામાં પણ મળ્યો છે.
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચની આજે બેઠક