For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં કોરોના વાયરસના 13 હજાર નવા કેસ આવ્યા સામે, સક્રિય કેસ દોઢ લાખ પાસે

ભારતમાં છેલ્લા અમુક દિવસોમાં કોરોના વાયરસના કેસોમાં તેજી જોવા મળી રહી છે. જાણો આંકડા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં છેલ્લા અમુક દિવસોમાં કોરોના વાયરસના કેસોમાં તેજી જોવા મળી રહી છે. કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના જ્યાં 6 હજાર નવા કેસ સામે આવ્યા ત્યાં કેરળમાં 4584 નવા કેસોની પુષ્ટિ થઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરેલ લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 1,09,70,387 સુધી પહોંચી ગઈ છે. વળી, સક્રિય કેસોની સંખ્યા 1,43,127 સુધી પહોંચી ગઈ છે જે કુલ પૉઝિટીવ કેસોના 1.30 ટકા છે. કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધી 1,56,212 લોકોના મોત થઈ ચૂક્યા છે.

corona

આ દરમિયાન ભારતમાં 1,04,49,942 આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન વર્કર્સનુ રસીકરણ કરવામાં આવી ચૂક્યુ છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, જમ્મુ કાશ્મીર, કેરળ, ઓરિસ્સા, ઝારખંડ અને મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી સૌથી વધુ રસીકરણ નોંધવામાં આવ્યુ છે. કોરોના વાયરસના કેસોમાં મહારાષ્ટ્ર સૌથી વધુ ચિંતાનુ કારણ બનેલુ છે. ત્યાંના અમુક વિસ્તારોમાં કોરોના વાયરસના કેસોમાં કેટલાક દિવસોથી ભારે વધારો થયો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 2,87,632 સુધી પહોંચી ગઈ છે. શુક્રવારે મળેલા 6 હજાર નવા કેસ છેલ્લા 83 દિવસોમાં સૌથી વધુ છે. જ્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં છેલ્લા 77 દિવસોમાં શુક્રવારે સૌથી વધુ 823 કોરોના કેસ સામે આવ્યા. મુંબઈના નજીકના વિસ્તાર ઠાણે, નવી મુંબઈ, કલ્યાણ અને ડોંબિવલીમાં કોરોના વાયરસના 748 નવા કેસ સામે આવ્યા છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન ભીડાયા ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાચૂંટણી પ્રચાર દરમિયાન ભીડાયા ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તા

English summary
New 13 thousand cases of coronavirus in India, active cases reached close to 1.5 lakh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X