For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતને ધમાકાથી ડરાવવાની ફિરાકમાં અલકાયદાઃ યુએન રિપોર્ટ

યુએને એક રિપોર્ટ જાહેર કરીને કહ્યુ છે કે ભારતીય ઉપમહાદ્વીપ (અલકાયદા ઈન ધ ઈન્ડિયન સબકોન્ટીનેન્ટ-એક્યુઆઈએસ) માં અલકાયદા ભારતમાં હુમલાની ફિરાકમાં છે.

|
Google Oneindia Gujarati News

યુએને એક રિપોર્ટ જાહેર કરીને કહ્યુ છે કે ભારતીય ઉપમહાદ્વીપ (અલકાયદા ઈન ધ ઈન્ડિયન સબકોન્ટીનેન્ટ-એક્યુઆઈએસ) માં અલકાયદા ભારતમાં હુમલાની ફિરાકમાં છે પરંતુ આ ક્ષેત્રમાં સુરક્ષા વ્યવસ્થા કડક હોવાના કારણે આતંકવાદીઓ નિષ્ફળ થઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અલકાયદા પ્રતિબંધ સમિતિને સોંપવામાં આવેલી વિશ્લેષણાત્મક સહયોગ તેમજ પ્રતિબંધ મોનિટરીંગ દળના 22 માં રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

attack

રિપોર્ટ મુજબ એક્યુઆઈએસ ઘણી વાર મોટા હુમલા કરવામાં નિષ્ફળ રહ્યુ છે પરંતુ આ આતંકી સંગઠન સુરક્ષામાં ચૂક થતાં જ મોકાની ફિરાકમાં બેઠુ છે જેથી કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકાય. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સાઉથ એશિયામાં હજુ પણ મોટી સંખ્યામાં અલકાયદાના આતંકી ફરી રહ્યા છે. જેમાં સૌથી વધુ અફઘાનિસ્તાનમાં છે. અફઘાનિસ્તાનના લાઘમેન, પક્તિકા, કંધાર, ગજની અને જાબૂલ પ્રાંતમાં સૌથી વધુ તાલિબાનનો દબદબો છે.

આ પણ વાંચોઃ એક દેશ એક ચૂંટણી પર શું કહ્યુ દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નરેઆ પણ વાંચોઃ એક દેશ એક ચૂંટણી પર શું કહ્યુ દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નરે

રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યુ છે કે જ્યાં એક તરફ ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) તત્કાલ હુમલો કરવાની ક્ષમતા રાખે છે તો બીજી તરફ અલકાયદા એક બૌદ્ધિક રૂપે મજબૂત સંગઠન છે જે લાંબા સમય સુધી સૌથી વધુ ખતરો પદે કરી શકે છે. યુએનની આ રિપોર્ટની માનીએ તો ઈરાક અને સીરિયામાં 20 થી 30 હજાર આઈએસના આતંકી ફરી રહ્યા છે. રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાનના આઈએસ આતંકી કાશ્મીરમાં ઓછામાં ઓછો એક આતંકી હુમલો કરવા માટે જવાબદાર છે પરંતુ કાશ્મીરથી આ પ્રકારની હજુ કોઈ રિપોર્ટ આવી નથી. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે અફઘાનિસ્તાનમાં તેમની સેનાઓના દબાણ બાદ પણ આઈસ પોતાનો વિસ્તાર સતત વધારવામાં સફળ રહ્યા છે.

આ પણ વાંચોઃ તમે ક્યાં જઈ રહ્યા છો... શું કરી રહ્યા છો... ગૂગલ બધુ જાણે છેઆ પણ વાંચોઃ તમે ક્યાં જઈ રહ્યા છો... શું કરી રહ્યા છો... ગૂગલ બધુ જાણે છે

English summary
New al Qaeda affiliate ‘ideologically inclined' to carry out attacks in India, claims UN report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X