For Quick Alerts
For Daily Alerts
નવો વિવાદ : ગાંધીજીના અંતિમ શબ્દો હે રામ નહીં હાય રામ હતા
જલંધર, 28 મે : મહાત્મા ગાંધીને ગોળી વાગી ત્યારે તેમના મોઢામાંથી નીકળેલા અંતિમ શબ્દો 'હે રામ' નહિ બલ્કે 'હાય રામ' હતા. આવો દાવો એક ઉપન્યાસમાં કરવામાં આવ્યો છે. આ કારણે સમગ્ર નવલકથા વિવાદમાં ઘેરાઇ છે. પંજાબના યુવા નવલકથા લેખક ડો. અજય શર્માએ પોતાની નવલકથા 'ભગવા'માં આ દાવો કરતા કહ્યું છે કે, જ્યારે નાથૂરામ ગોડસેએ ગાંધીજીને ગોળી મારી ત્યારે તેમણે 'હાય રામ' શબ્દો ઉચ્ચાર્યા હતા, 'હે રામ' નહીં.
'ભગવા'માં લખ્યું છે કે, 'ગાંધીજીએ મરતા પહેલા 'હે રામ' કહ્યું હતું એ વાત સાચી નથી કારણ કે જ્યારે કોઈ વ્યક્તિને ઇજા થાય છે તો એ વ્યક્તિ 'હે' નહિ પણ 'હાય' બોલે છે. જ્યારે કોઈના શરીરમાં ગોળી વાગે છે તો યાતનાના કારણે એના મુખેથી માત્ર 'હાય' શબ્દ જ નીકળે છે 'હે રામ' શબ્દ નીકળવો મુશ્કેલ બની જાય છે.'
નવલકથામાં લેખક અને સંઘના વરિષ્ઠ કાર્યકર્તા વચ્ચેનો આ પ્રસંગ છે. સંઘના કાર્યકર્તાના હવાલાથી એમાં એ પણ લખવામાં આવ્યું હતું કે કેટલાક રાજકારણીઓએ અને મહિમામંડિત માટે ગાંધીજીના મોઢે આ શબ્દો મૂકી દીધા હતા. જો કે, હિંદીના જાણીતા વિવેચક નામધારી સિંહે કહ્યું હતુ કે, ગાંધીજી માત્ર 'રામ' શબ્દ જ બોલતા 'હાય રામ'ની વાત ખોટી છે એમણે માત્ર 'રામ' શબ્દ ઉચ્ચાર્યો હતો.