• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોનાના નવા સ્ટ્રેનને WHOએ આપ્યુ 'ઓમિક્રૉન' નામ, માન્યુ વેરિઅંટ ઑફ કન્સર્ન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દક્ષિણ આફ્રિકા સહિત ઘણા દેશોમાં મળેલા કોરોના વાયરસના નવા વેરિઅંટને લઈને આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ ચિંતા વ્યક્ત કરી છે. શુક્રવારે વિશ્વ આરોગ્ય સંગઠનની ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઑન વાયરસ એવોલ્યુશનના નવા વેરિઅંટ B.1.1.529.ને લઈને બેઠક થઈ. બેઠક બાદ ટીમે કહ્યુ કે ડબ્લ્યુએચઓએ B.1.1.529. 'વેરિઅંટ ઑફ કંસર્ન જાહેર કરવુ જોઈએ.' WHOમાં કોવિડ-19ના ટેકનિકલ લીડ ડૉ. મારિયા વાન કેરખોવે કહ્યુ કે બેઠકમાં નામકરણ પ્રોટોકૉલને અનુરુપ આ નવા વેરિઅંટને 'ઓમિક્રૉન' નામ આપવામાં આવ્યુ છે. આ એવુ જ છે જેમ પહેલા મળેલા વેરિઅંટને આલ્ફા અને ડેલ્ટા વેરિઅંટ નામ આપવામાં આવ્યા હતા.

નવા વેરિઅંટથી ચિંતામાં છે દુનિયાભરના દેશ

દુનિયાભરમાં કોરોના વાયરસના નવા ઓમિક્રૉન વેરિઅંટ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અત્યાર સુધી સૌથી વધુ મ્યુટેશનવાળો વેરિઅંટ છે. આ નવો વેરિઅંટ કેટલો સંક્રમક છે તેનો અંદાજ એ વાતથી લગાવવામાં આવી શકે છે કે આ વેક્સીન માટે થયેલા લોકો વચ્ચે પણ તેજીથી ફેલાઈ શકે છે. એવામાં આ અંગે ચિંતાઓ છે. બોત્સવાના, દક્ષિણ આફ્રિકા અને હૉંગકોંગમાં આ નવા વેરિઅંટથી સંક્રમિત લોકોની પુષ્ટિ થઈ છે. દક્ષિણ આફ્રિકામાં એક સપ્તાહની અંદર એવા કેસોની સંખ્યા 100 થઈ ગઈ છે.

ઘણા લોકોએ આફ્રિકાથી ફ્લાઈટો રોકી

ઓમિક્રૉન વેરિઅંટના જોખમને જોતા ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકા અને ઘણા અન્ય આફ્રિકી દેશોથી આવતી ફ્લાઈટો પર રોક લગાવી દીધી છે. બ્રિટને દક્ષિણ આફ્રિકા સાથે-સાથે બોત્સવાના લેસોથો, ઈસ્વાતિની, ઝિમ્બાબ્વે અને નામીમ્બિયાથી આવતા લોકો પર પ્રતિબંધ લગાવ્યા છે. બ્રિટનમાં શુક્રવારે આ દેશોની મુસાફરી પ્રતિબંધની રેડ લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યા છે. બ્રિટન ઉપરાંત પણ અમુક દેશોએ આંશિક પ્રતિબંધ લગાવ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે આવનારા બે દિવસમાં આફ્રિકામાં આના કેસ વધ્યા તો બીજા ઘણા દેશો પણ આ પ્રકારના પ્રતિબંધ લગાવી શકે છે.

English summary
New Covid variant Omicron designated by WHO a Variant of Concern
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X