Nirbhaya Case: નિર્ભયાના દોષિતોને 20 માર્ચે ફાંસીએ અપાશે
નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપના દોષિતો વિરુદ્ધ ગુરુવારે ચોથું ડેથ વોરન્ટ જાહેર કરી દેવામાં આવ્યું. તિહાર જેલમાં બંધ નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષિતોને દિલ્હીની અદાલતે 20 માર્ચ 2020ના રોજ સવારે 5.30 વાગ્યે ફાંસીએ લટકાવવાના આદેશ આપ્યા છે. જણાવી દઈએ કે ફરિયાદી પક્ષ દ્વારા બુધવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી નવું ડેથ વોરન્ટ જાહેર કરવાનો અનુરોધ કર્યો હતો જેના પર આજે કોર્ટે સુનાવણી કરી છે.
જણાવી દઈએ કે અગાઉ ત્રણ વખત નિર્ભયાના દોષિતોનું ડેથ વોરન્ટ નીકળી ચૂક્યું હતું. જો કે વિવિધ કાનૂની દાવપેચ અપનાવી નિર્ભયાના ચારેય દોષિતો ફાંસીની સજાથી આજ સુધી બચતા આવ્યા હતા પરંતુ હવે આ છેલ્લું ડેથ વોરન્ટ છે કેમ કે નિર્ભયાના એકેય દોષિતો પાસે હવે બચવા માટે એકેય કાનૂની હથકંડા બચ્યા નથી. ત્યારે 20મી માર્ચે ભારતની ધરતી પરથી ચાર નરાધમો ઓછા થશે તે ફાઈનલ છે.
ભારતમાં સૂર્યોદય પહેલા જ કેમ અપાય છે ફાંસી? જાણો અસલી કારણ