For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળમાં નવી ઔદ્યોગિક નીતિ ટૂંકમાં આવશે : મમતા

|
Google Oneindia Gujarati News

mamata-benarjee
કોલકતા, 9 મે : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તાજેતરમાં જ ઉદ્યોગોની કોર કમિટીની જવાબદારી સંભાળી છે. આ સાથે તેમણે નીતિઓમાં પરિવર્તન લાવવાનું શરૂ કરી દીધું છે. તેમણે બુધવારે ઉદ્યોગપતિઓ અને વિવિધ કારોબારી પ્રતિનિધિ સંગઠનોની એક બેઠક બોલાવી હતી.

મમતા બેનરજીએ વેપારી પ્રતિનિઘિઓની બેઠકમાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ નવી ઔદ્યોગિક નીતિ અંગે કામગીરી કરી રહ્યું છે. આગામી 15 દિવસોમાં સરકારી વેબસાઇટ પર નવી નીતિ મૂકી દેવામાં આવશે. તેમણે આ માટે વેપારીઓને સૂચન આપવાનો અનુરોધ પણ કર્યો હતો.

આ બેઠકમાં હાજર રહેલા બંગાળ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ કલ્લોલ દત્તે જણાવ્યું કે મુખ્યમંત્રીએ કારોબારીઓને જણાવ્યું હતું કે રાજ્યની નવી નીતિ સૌથી પહેલા સરકારી વેબસાઇટ પર મૂકવામાં આવશે.

દત્તે વધુમાં જણાવ્યું કે "બેનર્જીએ જણાવ્યું કે 15 દિવસોની અંદર નવી ઐદ્યોગિક નીતિને ઉદ્યોગપતિઓના સૂચનો માટે વેબસાઇટ પર મૂકવામાં આવશે. ત્યાર બાદ જુલાઇમાં કોર કમિટીની આગામી બેઠકથી પહેલા નીતિને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવશે." આગલી બેઠક ત્રણ જુલાઇએ નક્કી કરી છે. સરકાર આ વર્ષે જાન્યુઆરીમાં જ નવી નીતિની ઘોષણા કરવાની હતી.

English summary
New Industrial policy soon in West bengal : Mamata.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X