નવા મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત ગાડાંનું ચલાન કપાયું, જાણો પછી શું થયું?
નવી દિલ્હીઃ નવા મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત ઉત્તર પ્રદેશના બિઝનૌરમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં પોલીસે એક બેલગાડી (ગાડાં)ના માલિક વિરુદ્ધ નવા મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ઈન્સ્યોરન્સના પેપર વિના ગાડી ચલાવવાનું ચલાન કાપી દીધું. જ્યારે બેલગાડી નવા મોટર વ્હીકલ એક્ટના વિસ્તારથી બહાર આવે છે. શનિવારે જ્યારે બિઝનોરથી સાહસપુર ગામમાં પોલીસવાળા એક ખેતર પાસે ઉભેલ ગાડાંનું ચલાન કાપી રહી હતી ત્યારે સંયોગવશ તેના માલિક ક્યાંક ગયો હતો. પોલીસવાળાઓએ આજુબાજુના લોકોથી પતો લગાવ્યો કે ગાડું કોનું છે અને પછી ખુદ પોલીસ બેલગાડીના માલિક રિજાજ હાસનના ઘરે પહોંચી ગઈ. જ્યાં પોલીસે હાસનને ઈન્સ્યોરન્સ વિનાની બેલગાડી ચલાવવાના નામે તેના હાથમાં 1000 રૂપિયાનું ચલાન થમાવી દીધું. થોડી વાર સુધી તો ગાડાંના માલિકને સમજમાં નહોતું આવી રહ્યું. બાદમાં તેણે પોલીસના ઉપરી અધિકારીઓ સુધી વાત ચલાવી.

મોટર વ્હીકલ એક્ટની કલમ 81 અંતર્ગત ચલાન કપાયું
બિઝનૌરના સાહસપુર ગામના નિવાસી રિયાઝ હાસને શનિવારે પોતાના ખેતર પાસે જ ગાડું ઉભું કરી દીધું હતું. ત્યારે બધા ઈન્સપેક્ટર પંકજ કુમારની આગેવાનીમાં એક પોલીસ ટીમ પેટ્રોલિંગ કરવા પહોંચી ગઈ હતી. જ્યારે તેમણે જોયું કે ગાડાં પાસે કોઈ નહોતું, ત્યારે તેમણે સ્થાનિક લોકો પાસેથી પૂછપરછ કરીને માલૂમ કર્યું કે આ બેલગાડીનો માલિક કોણ છે અને બાદમાં તેમના ઘરે પહોંચીને તેમનું ચલાન કાપી દીધું. ન્યૂ મોટર વ્હીકલ એક્ટની કલમ 81 અંતર્ગત આ ચલાન કાપવામાં આવ્યું હતું.

ખેડૂતો કર્યો વિરોધ
મોટર વ્હીકલ એક્ટની કલમ 81 અંતર્ગત ગાડીઓ માટે પ્રાવધાન છે, જે ઈન્સ્યોરન્સ વિનાની ગાડીઓ રસ્તા પર ચલાવતા પકડાય છે તેમને તગડો દંડ લગાવવામા ંઆવે છે. જ્યારે હાસનને સમગ્ર વાત સમજમાં આવી ત્યારે તેને લાગ્યું કે પોલીસવાળા કોઈ ભૂલ કરી રહ્યા છે. તેણે કહ્યું કે, 'મારા જ ખેતરની બહાર ગાડું ઉભું કરવા બદલ કોઈ મારું ચલાન કઈ રીતે કાપી શકે.' એટલું જ નહિં તે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત મારા પર દંડ કેવી રીતે લગાવી શકે.

આઈપીસીને બદલે એમવી એક્ટની કલમ લગાવી દીધી
સાહસપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીડી ભટ્ટ મુજબ પેટ્રોલિંગ કરવા ગયેલ પોલીસની ટીમને આ વિસ્તારમાં ગેરકાયદેસર ખનની સૂચના મળી હતી. તેમના મુજબ મોટાભાગના ગ્રામજનો ખનન બાદ ગાડાંમાં જ રેતી લઈ જાય છે. પેટ્રોલિંગ કરવા નિકળેલ ટીમને પણ લાગ્યું કે, હાસનના ગાડાંનો ઉપયોગ પણ રેત ચોરી માટે કરવામાં આવ્યો હતો. ત્યારે અંધારું હોવાના કારણે ટીમે હેડ મોટર વ્હિકલ એક્ટના ચલાન અને બીજા અપરાધોમાં ફરક ન કરી શક્યા. બંને એક જ જેવા દેખાય છે અને તેની વિરુદ્ધ આઈપીસીની કલમ અંતર્ગત મામલો નોંધાવવો જોઈતો હતો, પરંતુ મોટર વ્હીકલ અંતર્ગત ચલાન કાપી લેવામાં આવ્યું. જ્યારે પોલીસને પોતાની ભૂલનો પતો લાગ્યો તો રવિવારે તેનું ચલાન રદ્દ કરી દેવામાં આવ્યું.
ટ્રાફિક પોલીસના રોકવા પર સુસાઇડ કરવાની ધમકી આપવા લાગી યુવતી

અગાઉ પણ આવી ભૂલ થઈ ચૂકી છે
જ્યારથી સંશોધિત મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયો છે ત્યારથી ઉલ્ટાં-સીધાં ચલાન કપાવવાના કેટલાય મામલા સામે આવી ચૂક્યા છે. ઈ-ચાલાનમાં બાઈક ચાલકોને સીટ બેલ્ટ ન પહેરવાનો તો કાર ચાલકને હેલમેટ ન પહેરવાનો દંડ પણ ફટકારવામાં આવી ચૂક્યો છે. ત્યારે પણ આ મામલે ભારે ગરમાગરમી થઈ હતી. હાલમાં જ બિહારના મુઝફ્ફરનગરમાં એક ઑટો ડ્રાઈવરનું સીટ બેલ્ટ ન પહેરવા બદલ ચલાન કપાયું હોવાનો મામલો સામે આવ્યો હતો.