કાલે CWCની બેઠકમાં ચૂંટાશે કોંગ્રેસના કામચલાઉ નવા અધ્યક્ષ

કાલે CWCની બેઠકમાં ચૂંટાશે કોંગ્રેસના કામચલાઉ નવા અધ્યક્ષ

કોંગ્રેસને જલદી જ નવા કામચલાઉ અધ્યક્ષ મળી જશે. સૂત્રો મુજબ શનિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે, જેમાં કોંગ્રેસના કામચલાઉ અધ્યક્ષને પસંદ કરવામાં આવી શકે છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં નવા કામચલાઉ અધ્યક્ષને લઈ ચર્ચા અને વિચાર-વિમર્શ કરવામાં આવશે. શુક્રવારે અુચ્છેદ 370ને લઈ કોંગ્રેસની બેઠકમાં હાજર રહેલ નેતાઓને રાહુલ ગાંધીએ આશ્વાસન આપ્યું કે હવે તમારે ચિંતા કરવાની જરૂરત નથી. થોડા દિવસોમાં જ તમને નવા અધ્યક્ષ મળી જશે. આ મામલે વિચાર-વિમર્શ માટે એક કમિટી પણ બનાવવામાં આવી શકે છે.

rahul gandhi

જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370ને ખતમ કરવાને લઈ બે ભાગમાં વહેંચાયેલ કોંગ્રેસ પાર્ટી ડેમેજ કંટ્રોલમાં લાગી છે. આના પર ચર્ચા માટે કોંગ્રેસ પાર્ટીની રાજ્ય એકમો અને આની સાથે જોડાયેલ અન્ય સંગઠનોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નારાયણ સ્વામી સામેલ રહ્યા. જો કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ બેઠકથી દૂરી બનાવી રાખી. કોંગ્રેસની બેઠકને લઈ કોંગ્રેસી નેતા જિતન પ્રસાદે કહ્યું કે કોંગ્રેસમાં બધાનો પોતાનો વિચાર રાખવાનો અધિકાર છે. તમામને બોલવાનો અવસર આપવામાં આવવો જોઈએ. આ મામલે શનિવારે કોંગ્રેસની વક્રિંગ કમિટીમાં ફેસલો લેવામાં આવશે.

જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરથી અુચ્છેદ 370 હટાવવા અને રાજ્ય પુનર્ગઠન મુદ્દે કોંગ્રેસ ભાગમાં વહેંચાયેલ જોવા મળી. કોંગ્રેસના કેટલાક નેતા અનુચ્છેદ 370ને હટાવવાના વિરોધના રૂખથી સહમત છે તો કેટલાક તેના વિરોધના કારણે રાજનૈતિક નુકસાનની આશંકા જતાવી રહ્યા છે. કોંગ્રેસના કેટલાય નેતા પાર્ટીના વિરોધના રૂખથી નારાજ છે. જો કે કોંગ્રેસ આલાકમાનના રૂખને જોતા ચુપ્પી સાધેલ છે.

આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવા અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન મામલે પર કેટલાક નેતા પાર્ટી લાઈનથી હટીને નિવેદન આપી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડા અને મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ મિલિંદ દેવડાએ અનુચ્છેદ 370 પર મોદી સરકારના ફેસલાનું સમર્થન કરી ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X