For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરમાં પત્થરબાજોની ભીડમાં ઘૂસી અસલી પત્થરબાજોને પકડ્યા પોલિસે

જમ્મુ કાશ્મીરમાં પત્થરબાજોને પહોંચી વળવા માટે પોલિસે નવી રીત શોધી કાઢી છે. વાસ્તવમાં જમ્મુ કાશ્મીર પોલિસ હવે પત્થરબાજો વચ્ચે પોતાના માણસોને શામેલ કરશે કે જે પત્થરબાજોને પકડવા માટે પોલિસવી મદદ કરશે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં પત્થરબાજોને પહોંચી વળવા માટે પોલિસે નવી રીત શોધી કાઢી છે. વાસ્તવમાં જમ્મુ કાશ્મીર પોલિસ હવે પત્થરબાજો વચ્ચે પોતાના માણસોને શામેલ કરશે કે જે પત્થરબાજોને પકડવા માટે પોલિસવી મદદ કરશે. સમાચાર અનુસાર પોલિસે ઐતિહાસિક જામા મસ્જિદ બહાર પ્રદર્શન કરનારા પત્થરબાજો વચ્ચે પોતાના ખૂફિયા માણસોને શામેલ કર્યા હતા જેન મદદથી અસલી પત્થરબાજોને પકડવામાં પોલિસને મોટી મદદ મળી છે. શુક્રવારે નમાઝ બાદ ભીડે સીઆરપીએફના જવાનો પર પત્થર ફેંકવા શરૂ કરી દીધા પરંતુ આ વખતે પોલિસે કોઈ પણ પ્રકારની વળતી કાર્યવાહી કરી નહિ.

બે પત્થરબાજ પકડાયા

બે પત્થરબાજ પકડાયા

નમાઝ બાદ જ્યારે પત્થરબાજોએ જવાનો પર પત્થર ફેંકવાનું શરૂ કર્યુ ત્યારે જવાનોએ કોઈ પણ પ્રકારની વળતી કાર્યવાહી કરી નહિ અને તેમને રોકવાની કોશિશ પણ ના કરી. અહીં ભીડમાં લગભગ 100 લોકો ભેગા થયા હતા જે જવાનો પર પત્થરો ફેંકી રહ્યા હતા. ત્યારબાદ તેમને ભગાડવા માટે અશ્રુ ગેસના ગોળા છોડવામાં આવ્યા. જે બે ડણ ભીડનું નેતૃત્વ કરી રહ્યા હતા તેમને પોલિસે પકડી લીધા. આ બંનેની ધરપકડ જે લોકો ભીડમાં શામેલ થયા હતા તેમની મદદથી કરવામાં આવી.

આ પણ વાંચોઃ શિકાગોમાં મોહન ભાગવતઃ ‘દુનિયાભરના હિંદુઓએ એકજૂટ થવાની જરૂર'આ પણ વાંચોઃ શિકાગોમાં મોહન ભાગવતઃ ‘દુનિયાભરના હિંદુઓએ એકજૂટ થવાની જરૂર'

પત્થરબાજોને અંદાજ નહોતો

પત્થરબાજોને અંદાજ નહોતો

જે રીતે પોલિસે આ પત્થરબાજોને પકડ્યા છે તે પત્થરબાજોને પણ વિશ્વાસ નથી આવતો કે છેવટે તેમને પોલિસે પકડ્યા કેવી રીતે. પોલિસની કાર્યવાહી બાદ પત્થરબાજોએ પોતાનું પ્રદર્શન ખતમ કરી દીધુ. પત્થરબાજોને પોલિસનું રણનીતિનો બિલકુલ અંદાજ નહોતો જેના કારણે આ લોકોએ પોતાનું પ્રદર્શન ખતન કરી દીધુ. આ પહેલા પણ પોલિસે આ રણનીતિ અપનાવી હતી.

ઈઝરાયેલ સેનાએ પણ અપનાવ્યો હતો આ દાવ

ઈઝરાયેલ સેનાએ પણ અપનાવ્યો હતો આ દાવ

આ પહેલા પોલિસે 2010 માં આ રણનીતિ અપનાવી હતી. જ્યારે પત્થરબાજો વચ્ચે પોલિસે પોતાના માણસોને શામેલ કરીને ધરપકડ કરી હતી. પોલિસે અસલી પત્થરબાજોની ઓળખ કરવા માટે પોતાના ખૂફિયા લોકોને પત્થરબાજો વચ્ચે મોકલ્યા હતા. આટલુ જ નહિ બે વર્ષ પહેલા પણ ઈઝરાયેલ સેનાએ આ પ્રકારની રણનીતિ અપનાવી હતી જ્યારે ફિલિસ્તીનમાં પત્થરબાજોને પકડવા માટે તેમની વચ્ચે ઘૂસણખોરી કરી હતી જેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો.

આ પણ વાંચોઃકોંગ્રેસના ભારત બંધને મળ્યુ 18 પક્ષોનું સમર્થન, મોદી સરકાર સામે મોટા આંદોલનની તૈયારીઆ પણ વાંચોઃકોંગ્રેસના ભારત બંધને મળ્યુ 18 પક્ષોનું સમર્થન, મોદી સરકાર સામે મોટા આંદોલનની તૈયારી

English summary
New strategy of Jammu Kashmir Police to catch stone pelter.This had been adopted by the Israel police also.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X