For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અણ્ણાની ટીમમાં વીકે સિંહનો સમાવેશ થઇ શકે છે: કિરણ બેદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

v-k-singh
નવી દિલ્હી, 23 ઑક્ટોબર: સમાજસેવક અણ્ણા હજારેએ થોડાં દિવસો પહેલાં કહ્યું હતું કે તે નવેમ્બરમાં પોતાની નવી પાર્ટીની જાહેરાત કરશે. ત્યારથી અનુમાન લગાવવામાં આવતું હતું કે ટીમ અણ્ણાની ટીમમાં કયા-કયા સભ્યો હશે. અણ્ણાના મુખ્ય સહયોગી કિરણ બેદીના જણાવ્યા મુજબ કિરણ નવી ટીમમાં પૂર્વ આર્મી ચીફ સેના અધ્યક્ષ જનરલ વીકે સિંહ હોય શકે છે કારણ કે તે પણ ભ્રષ્ટાચારને જળમૂડથી ઉખાડવા માંગે છે.

આટલું જ નહી કિરણ બેદીએ જે સંભવિત લોકોના નામ આપ્યાં છે તેમાં યૂપીના પુર્વ પોલીસ મહાનિયામક પ્રકાશ સિંહ, પીવી રાજગોપાલ, રાજેન્દ્ર સિંહ, મિન્હાસ મર્ચેટ અન બુરેલાલનું નામ સામેલ છે. પરંતુ આ સંભવિત યાદી છે માટે ફાઇનલ કહી ના શકાય કે ટીમમાં કોણ-કોણ છે. કિરણ બેદીના જણાવ્યા મુજબ આ વખતે ટીમનું રજિસ્ટ્રેશન એક ટ્રસ્ટને સોંપવામાં આવ્યું છે જેનું કેન્દ્ર અણ્ણાના ગામ રાલેગણમાં હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અણ્ણાએ જાહેરાત કરી હતી કે 24 થી 25 નવેમ્બરમાં રાલેગણ સિદ્ધિમાં એક બેઠક યોજાશે જેમાં નવી કોર કમેટી અને સ્વંયસેવકોની જાહેરાત કરવામાં આવશે. અણ્ણાએ કહ્યું હતું કે અમે જુના લોકોનો સંપર્ક કરીશુ પરંતુ તે લોકો આ નવી કમીટી ભાગ બનશે કે નહી તે નક્કી નથી. સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ જન લોકપાલ અને ભ્રષ્ટ્રાચાર વિરૂદ્ધની લડાઇની શરૂઆત પટનાથી કરશે જે જાન્યુઆરીથી કરવામાં આવશે.

English summary
New Team Anna is ready for Corruption said Kiran Bedi. Anna Hazare has invited several eminent persons like former Army chief Gen VK Singh, activist Kiran Bedi said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X