• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Twist: 14 વર્ષની ઉંમરે લંડનમાં થયો હતો જિયા ખાનનો ગર્ભપાત...

By desk
|

છેલ્લા 3 વર્ષથી રહસ્યથી ઘેરાયેલા જિયા ખાનની મૌતમાં એક નવો વળાંક આવ્યો છે. ખબર આવી છે કે સુરજ પંચોલીના વકીલે જુહુ પોલીસ સ્ટેશન, સીબીઆઈ અને મુંબઈ પોલીસને એક પત્ર લખ્યો છે જેમાં જિયા ખાનના ભૂતકાળ વિશે ચર્ચા કરવામાં આવી છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે જિયા ખાન સુરજ પંચોલીને મળતા પહેલા ટીનએજ માં અવસાદગ્રસિત હતી. જિયા ખાન માત્ર 14 વર્ષની ઉમરમાં જ ગર્ભવતી થઇ ગઈ હતી અને તેનો ગર્ભપાત ખુબ તેની માતા રાબિયાએ કરાવ્યો હતો.

સુરજ પંચોલીના વકીલના કહેવા મુજબ રાબિયા ખાને લંડનના બિઝનેસ મેન ડી બ્લૂમમાં પુત્ર પર પણ આવો જ આરોપ લગાવ્યો હતો જે તેમને હમણાં સુરજ પંચોલી પર લગાવ્યો છે. લંડન કોર્ટે બ્લૂમના પુત્રને બરી કર્યો હતો કારણકે જિયા ખાન સાથે જે પણ થયું હતું તે જબરન થયું ના હતું બંને એકબીજાને પ્રેમ કરતા હતા.

લંડન કોર્ટમાં એ વાત પણ કહેવામાં આવી છે કે તે સમયે પણ જિયા ખાને પોતાના હાથની કલાઈ કાપીને આત્મહત્યા કરવાની કોસિસ કરી હતી. રાબિયા ખાને આ બધી જ વાતથી ઇનકાર કરી દીધો છે અને કહ્યું છે કે આ બધું જ સુરજ પંચોલીને બચાવવા માટે કરવામાં આવી રહ્યું છે.

તો જાણો શું હતો સુરજ પંચોલી અને જિયા ખાન વચ્ચેનો આખો મામલો....

જિયા ખાન

જિયા ખાન

રિપોર્ટ કહે છે કે જે રૂમમાં જિયા ખાનનું શબ ગળે ફાંસો લાગેલી હાલતમાં મળ્યું, તે રૂમમાં કોઈ પણ વસ્તુ ઉપર જિયાની આંગળીઓના નિશાન નહોતા.

જિયા ખાન

જિયા ખાન

જે પંખા સાથે જિયા ખાન લટકેલી હાલતમાં મળ્યાં, તે પંખા ઉપર પણ જિયા કે બીજા કોઈના ફિંગર પ્રિંટ્સ નથી મળ્યાં.

રાબિયા ખાન

રાબિયા ખાન

જિયાના માતા રાબિયા ખાનની શંકા વધુ મજબૂત બની છે અને તેઓ પોકારી-પોકારીને કહે છે કે જિયા ખાને આત્મહત્યા નહોતી કરી, પણ તેની હત્યા કરવામાં આવી છે

જિયા ખાન

જિયા ખાન

આ અગાઉ જિયા ખાનની ફૉરેંસિક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે જિયાના નખ ઉપર કોઈ બીજાના માંસાનો ટુકડો તથા તેમના ઇનરવિયર પર કોઈ બીજાનું ખૂન જોવામાં આવ્યુ છે

મારઝૂડ

મારઝૂડ

શંકા ઊભી થાય છે કે જિયાના મોત અગાઉ જિયા સાથે કંઈક ગરબડ કે છીના-ઝપટી તથા મારઝૂડ થઈ હશે.

જિયા ખાન

જિયા ખાન

જિયા ખાનનું શબ 3જી જૂન, 2013ના રોજ તેમના ઘરે પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવી હતી.

આંખો-જીભ બહાર નહોતાં

આંખો-જીભ બહાર નહોતાં

જ્યારે કોઈ વ્યક્તિ ફાંસો લગાવે છે, તો તેની આંખો અને જીભ બહાર નિકળી જાય છે, પણ જિયા સાથે એવું નહોતું બન્યું.

ગરદનનો નિશાન પહેલાનો

ગરદનનો નિશાન પહેલાનો

માત્ર ગરદન લાંબી થઈ જવાથી ફાંસો માની ન શકાય. જે નિશાન પોલીસે ગરદન ઉપર માર્ક કર્યો છે, તે નિશાન જિયા ખાનની ગરદને અગાઉથી જ હતો.

જમણા હોઠે ઈજા

જમણા હોઠે ઈજા

મોત બાદ જિયા ખાનના જમણા હોઠે કંઈક ઈજા જેવો નિશાન હતો.

ડાબા હાથે નિશાન

ડાબા હાથે નિશાન

જિયાના ડાબા હાથે પણ કોઇક નિશાન હતો કે જેને જોઈને લાગતુ હતું કે જાણે તેને કોઈએ બહુ જોશથી પકડી રાખ્યા હોય.

લોહીના ડાઘા

લોહીના ડાઘા

જે રૂમમાં જિયાનું શબ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યું, તે રૂમની જુદી-જુદી જગ્યાઓથી લોહીના નિશાન અને ડાઘા મળ્યાં છે, પણ પોલીસે તેની અવગણના કરી.

દુપટ્ટો મખમલી હતો

દુપટ્ટો મખમલી હતો

જિયાએ જે દુપટ્ટા વડે ફાંસો ખાધો, તે એક મખમલી દુપટ્ટો હતો, પણ જિયાની ગરદન પરનો નિશાન પોકારીને કહેતો હતો કે તેના ગળાને કોઈ સખત વસ્તુથી ઘોંટવામાં આવ્યું છે.

સ્ટૂલ નહોતું

સ્ટૂલ નહોતું

જિયા વગર કોઈ સ્ટૂલની મદદે કઈ રીતે પોતાની જાતને સીલિંગ ફૅન સાથે લટકાવી શકે? ઘરમાં કોઈ સ્ટૂલ નહોતું.

 કપડાં કેવી રીતે બદલાયા

કપડાં કેવી રીતે બદલાયા

સીસીટીવી ફુટેજ જણાવે છે કે ઘરમાં આવ્યા બાદ થોડીક જ મિનિટોમાં જિયાએ આત્મહત્યા કરી લીધી, પણ તેની બૉડી નાઇટ સૂટમાં મળી. આ કેવી રીતે શક્ય છે? જિયાએ ઘરની અંદર ટ્રૅક સૂટ પહેરી પ્રવેશ કર્યો હતો. શું મરનાર મરતા અગાઉ પોતાના કપડા બદલશે અને પછી ફાંસો ખાશે?

એસી ચાલુ-બારીઓ ખુલ્લી

એસી ચાલુ-બારીઓ ખુલ્લી

જે રૂમમાં જિયાનું મોત થયું, તેમાં એસી ચાલુ હતું અને બારીઓ ખુલ્લી હતી.

રૂમમાં કોઇક હતું

રૂમમાં કોઇક હતું

રૂમમાં કોઇકને કોઇક દાખલ થયુ હોવાનો સંદેહ છે, પણ પોલીસે પોતાની તપાસમાં આ દિશા તરફ લક્ષ્ય જ નથી આપ્યું.

English summary
Sooraj Pancholi and his legal team came to know about a London-based businessman D Bloom, who had written to Mumbai Police in February 2015, about how his son faced a similar accusations in 2001 by Jiah's family. At that time, Jiah was 14 and her mother Rabiya had filed a case of sexual assault against Bloom's son.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more