New Year's Eve: નવા વર્ષની ઉજવણી પર પ્રશાસનના પ્રતિબંધો, નાઈટ કર્ફ્યુ, જાણો એડવાઈઝરી
New Year's Eve 31st december Advisory: 31 ડિસેમ્બર આજે વર્ષનો છેલ્લો દિવસ છે. કોરોના વાયરસના પ્રભાવને જોતા નવા વર્ષની આ વખતની ઉજવણી પણ ફીકી પડી શકે છે. કોવિડ-19ના નિયમોનુ સારી રીતે પાલન થઈ શકે તેના માટે દેશના અલગ અલગ રાજ્યોમાં પ્રશાસને કડક પ્રતિબંધો લગાવ્યા છે. દિલ્લીમાં 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે. આ ઉપરાંત દેશના ઘણા વિસ્તારોમાં કલમ 144 લગાવવામાં આવી. માટે જો આજના દિવસે તમે નવા વર્ષની ઉજવણી કરવા અને પાર્ટી કરવાનુ વિચારી રહ્યા હોય તો તે પહેલા પ્રશાસનના પ્રતિબંધો અને એડવાઈઝરી પર એક નજર નાખી લેવી જોઈએ.
New Year's Eve વિશે શું-શું એડવાઈઝરી જારી કરવામાં આવી છે?
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો
દિલ્લીમાં 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે. દિલ્લી પોલિસે બુધવારે એડવાઈઝરી જારી કરી અને કહ્યુ કે પાસ વિનાના વાહનોને 31 ડિસેમ્બરે કનૉટ પ્લેસ(સીપી)માં પ્રવેશ કરવાની મંજૂરી નહિ આપવામાં આવે. દિલ્લી પોલિસની એ સલાહ છે કે બધા ખાનગી અને સાર્વજનિક પરિવહન વાહનો પર લાગુ છે અને આ નિયમ શહેરમાં ગુરુવાર સવારે 8 વાગ્યા સુધી લાગુ રહેશે.
મુંબઈ પોલિસે પણ નવા વર્ષે સાંજે થતી ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. મુંબઈ પોલિસે 31 ડિસેમ્બર માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. રાતે 11 વાગ્યાથી 6 વાગ્યા સુધી હોટલ, પબ, બાર બંધ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
કોરોનાનો નવો સ્ટ્રેન વધુ સંક્રામક, ઝડપથી ફેલાય છેઃ ગુલેરિયા