• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

13th June: મોંઘવારી મુદ્દે મોદી સરકારનું આજે મનોમંથન

|

શ્રીનગર, 13 જૂન: પુંછના મેંઢર સેક્ટરમાં નિયંત્રણ રેખા પર જબરદસ્ત ગોળીબારી થઇ રહી છે. મેંઢર સેક્ટરના તારકુંડીમાં આ ફાયરિંગ સવારે લગભગ સાત વાગે શરૂ થઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ફાયરિંગ હજી પણ જારી છે. તારકુંડકી ઉપરાંત બાલાકોટ, કાંગા ગલી, સવાલા ગલી અને બવાલા ફોરવર્ડ વિસ્તારમાં પણ ફાયરિંગ શરૂ થઇ ગઇ છે. અત્રે નોંધનીય છે કે ગઇકાલે પણ મેંઢર સેક્ટરમાં બે આઇઇડી બ્લાસ્ટ થયા હતા જેમાં એક જવાનનું મોત થઇ ગયું હતું એક મેજર અને 4 જવાન ઘાયલ થઇ ગયા હતા.

અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ ભારત આવ્યા હતા. ત્યારથી માનવામાં આવી રહ્યું છે કે બંને દેશોની વચ્ચેના સંબંધોમાં સુધાર માટે આ એક હકારાત્મક દિશામાં પગલું છે. પરંતુ એકવાર ફરી પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. રક્ષામંત્રી અરૂણ જેટલી ગઇકાલે જમ્મુકાશ્મીરની મુલાકાત લેશે.

આ ઘટના પર જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કર્યું છે કે 'અબ્દુલ્લાએ લખ્યું છે કે રાજૌરી અને પુંછમાં ગોળીબારી થઇ છે. કેટલાંક મવેશયોને નુકસાન પહોંચ્યું છે. અને સીઝફાયર ઉલ્લંઘન પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલામાં દખલ દેવી જોઇએ.'

ગુપ્તચર વિભાગનું માનવું છે કે આ ગોળીબારની આડમાં પાકિસ્તાન સેના તરફથી ભારતીય વિસ્તારમાં ઘુસણખોરીને પ્રોત્સાહન આપવાની કોશિશ કરવામાં આવી રહી છે. 19મેના રોજ પણ અખનૂર સેક્ટરમાં એલઓસીની પાસે ઘુસણખોરીની એક એવી કોશિશને નિષ્ફળ કરવાના ક્રમમાં એક જવાન શહીદ થઇ ગયો હતો, જ્યારે ત્રણ ઘાયલ થઇ ગયા હતા.

વધુ સમાચાર માટે રિફ્રેસ કરતા રહો આ સમાચારને...

ભિલાઇ સ્ટીલ પ્લાન્ટમાં ગેસ ગળતરઃ 2 GM સહિત છનાં મોત

ભિલાઇ સ્ટીલ પ્લાન્ટમાં ગેસ ગળતરઃ 2 GM સહિત છનાં મોત

છત્તીસગઢના ભિલાઇ સ્ટીલ પ્લાન્ટમાં ગુરુવારે સાંજે મોટી દુર્ઘટના ઘટી છે. ઝેરીલી ગેસ ગળતર થવાના કારણે બે જીએમ સહિત છ લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં એકનું મોત ભાગદોડ બાદ પાણીમાં પડવાથી થયું છે. ગેસની ઝપેટમાં આવવાથી 29 લોકો બેભાન થઇ ગયા હતા.

પાકિસ્તાને કર્યું ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન

પાકિસ્તાને કર્યું ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન

પુંછના મેંઢર સેક્ટરમાં નિયંત્રણ રેખા પર જબરદસ્ત ગોળીબારી થઇ રહી છે. મેંઢર સેક્ટરના તારકુંડીમાં આ ફાયરિંગ સવારે લગભગ સાત વાગે શરૂ થઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ફાયરિંગ હજી પણ જારી છે.

Read more at:

એલટીસી કૌભાંડ: 6 રાજ્યસભા સાંસદો પર કેસ દાખલ

એલટીસી કૌભાંડ: 6 રાજ્યસભા સાંસદો પર કેસ દાખલ

કેન્દ્રીય તપાસ એજન્સીએ નકલી લીવ ટ્રાવેલ કંશેસન એટલે એલટીસી મામલામાં આજે છ રાજ્યસભા સાંસદોની વિરુધ્ધ કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત કેટલાંક પૂર્વ સાંસદો પર પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મોંઘવારી પર મોદી સરકાર આજે કરશે મંથન

મોંઘવારી પર મોદી સરકાર આજે કરશે મંથન

મોંઘવારી અને મોનસૂનને લઇને આજે વડાપ્રધાન મોદીની સાથે મંત્રીઓની બેઠક થવાની છે. મોદીની સાથે બેઠકમાં નાણામંત્રી અરૂણ જેટલી, ખાદ્ય અને આપૂર્તિ મંત્રી રામવિલાસ પાસવાન, કૃષિમંત્રી રાધામોહન સિંહ રસાયણ અને ઊર્જા મંત્રી અનંત કુમાર, ખાદ્ય અને પ્રસંસ્કરણ મંત્રી હરસિમરત કૌર ભાગ લેશે.

નર્મદા બચાવો આંદોલન

નર્મદા બચાવો આંદોલન

દિલ્હી સોલિડરીટી ગ્રૂપ નર્મદા બચાવો આંદોલનમાં પોતાનો દેખાવ કર્યા હતા અને નર્મદા ડેમની હાઇટ વધારવાના આદેશને પાછો લેવા માંગ કરી હતી.

ગયુ મુંબઇ પાણીમાં...

ગયુ મુંબઇ પાણીમાં...

મુંબઇના મરીન ડ્રાઇવ રોડ પર હાઇટાઇડ જેવી સ્થિતિ છે પરંતુ લોકો દરિયાના મોજા સાથે મસ્તી કરી રહ્યા છે.

લેકર હમ દિવાના દિલ..

લેકર હમ દિવાના દિલ..

લેકર હમ દિવાના દિલ..નું મ્યુઝિક લોન્ચ.

પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટનાઓ

પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટનાઓ

ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ગૃહ મંત્રીને પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટનાઓ પર અહેવાલ સુપરત કર્યો હતો.

પાણીમાં મુંબઇ

પાણીમાં મુંબઇ

મુંબઇના ગેટવે ઓફ ઇન્ડિયા પર હાઇટાઇડ જેવી સ્થિતિ છે પરંતુ લોકો દરિયાના મોજા સાથે મસ્તી કરી રહ્યા છે.

ગેટવે ઓફ ઇન્ડિયા

ગેટવે ઓફ ઇન્ડિયા

મુંબઇના ગેટવે ઓફ ઇન્ડિયા પર હાઇટાઇડ જેવી સ્થિતિ છે પરંતુ લોકો દરિયાના મોજા સાથે મસ્તી કરી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં અકસ્માત

મહારાષ્ટ્રમાં અકસ્માત

મહારાષ્ટ્રના કરાડમાં જીપ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો.

ભૂપિન્દર સિંહ હુડ્ડા અને અખિલેશ યાદવ

ભૂપિન્દર સિંહ હુડ્ડા અને અખિલેશ યાદવ

ભૂપિન્દર સિંહ હુડ્ડા અને અખિલેશ યાદવે યમુના નદી પર પૂલ બાંધવા પર એમઓયૂ કર્યા હતા.

English summary
News Of 13th June: Pakistan opens fire on Line of Control. Firing in Rajouri and Poonch sectors and other news with pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X