For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3 જુલાઇ: કોલકત્તામાંથી ઇન્ડિયન મુઝાહિદ્દીનના આતંકવાદીની ધરપકડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 જુલાઇ: આજના મુખ્ય સમાચારોમાં બટાકા અને ડુંગળીના ભાવ વધારાની સામે મોદી સરકાર દ્વારા ગઢવામાં આવેલા પ્લાનના સમાચાર સૌથી પહેલા ક્રમે આવે છે. આજે કેન્દ્ર સરકારે ખૂબ જ મહત્વનું પગલું ભરતા ડુંગળી અને બટાકાને જરૂરી વસ્તુ અધિનિયમની સૂચિમાં સામેલ કરી લીધા છે. આ નિર્ણય બાદ હવે રાજ્ય સરકાર નક્કી કરી શકશે કે કારોબારી સ્ટોકમાં કેટલાં બટકા-ડુંગળી રાખવા. સરકારે જમાખોરી રોકવા માટે રાજ્ય સરકારોની જવાબદારી વધારી દીધી છે.

બીજી બાજું કોલકાતા પોલીસે જર્મન બેકરી બ્લાસ્ટ કેસમાં કથિથ રીતે સંડોવાયેલા એક ઇન્ડિયન મુઝાહિદ્દીનના આતંકવાદીની ધરપકડ કરી લીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ અમિત શાહને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. તેમને આ સુરક્ષા તેમની પર હુમલાની સંભાવનાના કારણે આપવામાં આવી રહી છે. જોકે કોંગ્રેસે તેમને આપવામાં આવેલી આ સુરક્ષા પર સવાલ ઊઠાવ્યા છે.

સુપ્રીમ કોર્ટના જજની નિમણૂંકનો વિવાદ વકરી રહ્યો છે. પૂર્વ સૉલિસીટર જનરલ ગોપાલ સુબ્રમણ્યમે મોદી સરકારના વલણને લઇને સવાલો ઊઠાવ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસને પણ મોદી સરકાર પર પ્રહારો કરવાની તક મળી ગઇ છે.

તાજા સમાચાર માટે આ ન્યૂઝને રિફ્રેસ કરતા રહો...

અમિત શાહને જેડ પ્લસ સુરક્ષા

અમિત શાહને જેડ પ્લસ સુરક્ષા

ભાજપા સચિવ અમિત શાહ પર હુમલાની સંભાવનાને પગલે ગૃહ મંત્રાલયે તેમને જેડ પ્લસ શ્રેણીની સુરક્ષા આપી છે. અધિકારિક સૂત્રોએ માહિતી આપી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ અમિત શાહની સુરક્ષા સીઆરપીએફના કમાંડો ચોવીસ કલાક કરશે અને સશસ્ત્ર પ્રહરી તેમના રહેઠાણ સ્થાને ખડેપગે રહેશે.

મોંઘા બટાકા-ડુંગળીની સ્થિતિ સામે મોદી સરકારનો ફોર્મૂલા તૈયાર

મોંઘા બટાકા-ડુંગળીની સ્થિતિ સામે મોદી સરકારનો ફોર્મૂલા તૈયાર

સારા દિવસની રાહમાં જુલાઇની બીજી તારીખ સુધી પહોંચી ગયેલી દેશની જનતાને મોંઘવારી વધુ મુશ્કેલીમાં નાખી રહી છે. દિલ્હીના ખુલ્લા બજારોમાં ડુંગળીની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે. આવામાં આજે કેન્દ્ર સરકારે ખૂબ જ મહત્વનું પગલું ભરતા ડુંગળી અને બટાકાને જરૂરી વસ્તુ અધિનિયમની સૂચિમાં સામેલ કરી લીધા છે. આ નિર્ણય બાદ હવે રાજ્ય સરકાર નક્કી કરી શકશે કે કારોબારી સ્ટોકમાં કેટલાં બટકા-ડુંગળી રાખવા. સરકારે જમાખોરી રોકવા માટે રાજ્ય સરકારોની જવાબદારી વધારી દીધી છે.

Read more at:

મોદીના માતા હિરાબા નવા બંગલામાં રહેવા જશે

મોદીના માતા હિરાબા નવા બંગલામાં રહેવા જશે

ગુજરાતના પાટનગરમાં થોડા સમય માટે ત્યારે ખલબલી મચી જવા પામી હતી, જ્યારે સુરક્ષા કારણોસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાને સેક્ટર 22માં આવેલા તેમના નિવાસ સ્થાનેથી અન્ય સુરક્ષિત સ્થાને ખસેડવાની વાત આવી હતી.

ગુજરાત હાઉસિંગ બોર્ડના નવા ડ્રો એક મહિનામાં : નીતિન પટેલ

ગુજરાત હાઉસિંગ બોર્ડના નવા ડ્રો એક મહિનામાં : નીતિન પટેલ

ગુજરાત હાઉસીંગ બોર્ડના આવાસો માટેના બહુચર્ચીત ડ્રો રદ કરીને નવેસરથી ડ્રો યોજવાના મુદ્દાનો પડધો બુધવારે ગુજરાત વિધાનસભામાં પડઘો પડયો હતો. આ મુદ્દે સરકારે નવો ડ્રો એક મહિનાની અંદર અને ચારેય મહાનગર માટે અલગ અલગ રીતે યોજવાની જાહેરાત કરી છે.

Read more at:

ઇન્ડિયન મુઝાહિદ્દીનના આતંકવાદીની ધરપકડ

ઇન્ડિયન મુઝાહિદ્દીનના આતંકવાદીની ધરપકડ

કોલકાતા પોલીસે જર્મન બેકરી બ્લાસ્ટ કેસમાં કથિત રીતે સંડોવાયેલા એક ઇન્ડિયન મુઝાહિદ્દીનના આતંકવાદીની ધરપકડ કરી લીધી છે.

બેદરકારીભર્યુ ડ્રાઇવિંગ, ભારતીય પર લાગ્યો પાંચ વર્ષનો પ્રતિબંધ

બેદરકારીભર્યુ ડ્રાઇવિંગ, ભારતીય પર લાગ્યો પાંચ વર્ષનો પ્રતિબંધ

વાહન ચલાવવાની લઇને અને ટ્રાફિકના મામલે ભારતીયો કાળજી લેતા નથી, આપણે જ્યારે રસ્તા પોતાની કાર અથવા તો અન્ય કોઇ વાહન લઇને નીકળીએ છીએ ત્યારે પણ જોઇએ છીએ કે વાહન ચલાવતી વખતે સાચવેતી અને કાળજીપૂર્વકનું ડ્રાઇવિંગ ભારતમાં કરવામાં આવતું નથી, જેના કારણે અકસ્માતોની ઘટના વધારે બનતી હોય છે. સિંગાપોરમાં પણ એક ભારતીય દ્વારા બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવામાં આવતા તેને ચાર અઠવાડિયાની જેલની સજા ફટકારવામાં આવી છે

Read more at:

English summary
News of 3 July: Kolkata Police arrests IM terrorist allegedly involved in German Bakery blast, and other news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X